ચૂંટણીના કારણે ગુજ. યુનિ.નું વેકેશન હવે 9 મેથી 23 જૂન

ગુજરાત યુનિવર્સિટીનું ઉનાળુ વેકેશન હવે 9 મેથી 23 જૂન સુધી રાખવાનો નિર્ણય કરાયો છે. યુનિવર્સિટીના અધ્યાપકો લોકસભા ચૂંટણીની કામગીરીમાં હોવાથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહિતના સંગઠનોએ આ અંગે રજૂઆત કરી હતી.આ પહેલાં વેકેશન 1 મેથી 15 જૂનનું જાહેર કરાયું હતું. વેકેશન લંબાવવાના કારણે આગામી સત્ર પણ મોડું શરૂ થશે. જોકે એકેડેમિક કેલેન્ડર હજુ જાહેર કરાયું નથી.ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી 100થી વધુ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના આશરે 1 હજારથી વધુ અધ્યાપકો તેમજ વિવિધ અનુસ્નાતક ભવનોમાં કાર્યરત 123 અધ્યાપકોને લોકસભાની ચૂૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે.

યુનિવર્સિટીના આ નિર્ણયના પગલે શૈક્ષણિક સત્ર એક સપ્તાહ વિલંબથી શરૂ કરાશે. જોકે ઉનાળાનંુ વેકેશન ભલે એક સપ્તાહ પાછું ઠેલવામાં આવ્યું હોય, પરંતુ એડમિશન પ્રક્રિયા ચાલુ રહેવાના કારણે ઘણી બધી કોલેજોમાં અધ્યાપકો તેમજ પ્રિન્સિપાલોને કોલેજમાં વેકેશનમાં આવવાની ફરજ પડશે. વિવિધ કોલેજોના આચાર્યો અને અધ્યાપકો સાથે કરેલી વાતચીતમાં એ વાત બહાર આવી છે કે, ઉનાળાનું વેકેશન ભલે પાછંુ ઠેલવામાં આવ્યંુ, પરંતુ એક વીકનો પ્રશ્ન હોવાથી શૈક્ષણિક કામગીરી પર વિપરીત અસર પડવાની શક્યતા નહિવત્ છે.

Leave a comment

Trending