– વૈજ્ઞાનિકોને મેલેરિયાના રસી શોધવામાં મળી સફળતા
– ભારતમાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો
મેલેરિયા માનવ જાતિ સાથે જોડાયેલો પ્રાચીન રોગ છે. એક જમાનામાં આ ઘાતક રોગ હતો. કાળક્રમે સંશોધન થતાં મેલેરીયા ફેલાવતા એનોફિલિસ માદા મચ્છરના આવિષ્કાર પછી મેલેરીયાની દવા શોધાઈ છતાં વિશ્વના અનેક દેશોમાં આજે પણ મેલેરિયાનો ઉપદ્રવ વધતા ઓછા પ્રમાણમાં છે. મેડિકલ સાયન્સના પ્રભાવ હેઠળ વૈજ્ઞાનિકોને મેલેરિયાની રસી શોધવામાં સફળતા મળી મળી છે અને તેના સકારાત્મક પરિણામો પણ મળ્યા છે.
અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના હેડ અને પ્રોફેસર ડો. શ્રેયસ મહેતા તેમજ એસો. પ્રોફેસર ડૉ. નિરવ નિમાવતે કહ્યું કે R21 મેટ્રિક્સ એમ વેક્સિન શોધાઈ છે જેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ માન્ય રાખી છે જેને સલામત માનવામાં આવે છે જે આગામી દિવસોમાં મેલેરીયા ચેન્જર સાબિત થાય તેવા પૂરા નિર્દેશો મળી રહ્યા છે. તેના પ્રયોગો દક્ષિણ આફ્રિકામાં સ્થાયી રૂપે કાર્યાન્વિત છે.
રસીની શોધ પછી વર્ષ ૨૦૨૪ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ WHO થીમ આપીને કહ્યું છે કે, મેલેરિયા સામેની લડત પૂરા જોશથી વધારાશે અને સમાજને સક્ષમ બનાવાશે.આ થીમના અનુસંધાને પ્રાધ્યાપકોએ કહ્યું કે, હજુ પણ એવા લોકો છે જેમને તાવ આવે છે તેઓ દવાને બદલે ઘરેલુ નુસખા અજમાવે છે તેમ જ સારવાર લેવામાં પુરુષ અને સ્ત્રીમાં ભેદભાવ રાખી આ રોગને નોતરી રહ્યા છે.
રસી આવશે ત્યારે મૃત્યુ દર તો ઘટશે પણ દરેક વ્યક્તિએ મચ્છરથી સાવધ રહેવું પડશે.મેલેરિયાના મચ્છર સવાર સાંજ સક્રિય હોય છે.શરીર પૂરું ઢંકાય તેવા કપડાં પહેરવા તેમજ મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવેતો તો મચ્છર કરડવાનો અવકાશ રહેતો નથી.ઘર અને આસપાસ પાણીનો ભરાવો ટાળવો કારણકે પાણીમાં જ મચ્છરનો વિકાસ થાય છે.સ્વચ્છતા પણ એટલીજ આવશ્યક છે.
ઉપરાંત તાપમાન વધવાથી અને પર્યાવરણમાં ફેરફારને કારણે પણ મચ્છરનો વ્યાપ વધવાની શંકા વધી છે.
મેલેરિયા થાય તો ઠંડી સાથે તાવ આવે,માથું દુખે,ઉલ્ટી થાય તો તુરંત તપાસ કરાવી કારણકે મેલેરિયાના ઘાતક પ્રકાર પણ છે.સેરિબ્રલ મેલેરિયા ઘણી વખત મૃત્યુનું કારણ પણ બની શકે છે.WHO ના છેલ્લા અહેવાલ પ્રમાણે વિશ્વમાં ૨૪ કરોડથી વધુ લોકોને મેલેરિયા થયો અને ૬ લાખનું મૃત્યુ નિપજ્યું હતું.જોકે ભારતમાં મેલેરિયાના કેસ મૃત્યુનું પ્રમાણ ઓછું થયું છે.જો કે ભારતમાં મેલેરિયાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટયું છે અને ભારતે વર્ષ ૨૦૨૭ સુધીમં મેલેરિયા દૂર કરવા એક રાષ્ટ્રીય પ્લાન પણ ઘડ્યો છે.






Leave a comment