જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ચાલતા થેલેસેમીયા સેન્ટરમાં હોસ્પિટલ અને રોટરી વોલસિટી દ્વારા વિશ્વ થેલેસેમીયા દિવસની(૮મી મે) ઉજવણી કરવામાં આવી હતી. સેન્ટરમાં દાખલ થયેલા બાળકોને પ્રિય એવા રમકડાંઓ વગેરે ગોઠવી બાળકો સાથે ગોષ્ઠિ કરવામાં આવી હતી અત્રે ચાલતા કેન્દ્રમાં બાળ વિભાગના હેડ ડો. રેખાબેન થડાનીના માર્ગદર્શન હેઠળ બાળકોની સારવાર કરવામાં આવે છે.
દરરોજ સરેરાશ ૧૦ થી ૧૫ બાળકોને લોહી ચડાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જી.કે. જનરલ હોસ્પિટલ સાથે રહીને રોટરી વોલસિટી દ્વારા દર વર્ષે એચ.એલ.એ.ના કેમ્પ કરી જે બાળકોના ભાઈ બહેનોનું લોહી મેચિંગ થાય તે બાળકોનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં સહાય આપવામાં આવે છે.સ્ટાફ નર્સ તરીકે મીનલબેન વરસાણી અને રોટરી તરફથી રેખાબેન સેન્ટર ઉપર ફરજ બજાવે છે.વાલીઓને માર્ગદર્શન મળે એ હેતુસર પોસ્ટર દ્વારા નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.






Leave a comment