કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે તેલંગાણાના રાયગીરીમાં ચૂંટણી સભા યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “2024ની ચૂંટણી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની ચૂંટણી છે. આ ચૂંટણી વોટ ફોર જેહાદ અને વોટ ફોર વિકાસની છે. આ ચૂંટણી રાહુલ ગાંધીની ચીનની ગેરંટી સામે મોદીજીની ભારતીય ગેરંટીની છે.”
શાહે કહ્યું, “કોંગ્રેસ તેના વચનો પૂરા કરતી નથી, પરંતુ પીએમ મોદી પોતાના વચનો પુરા કરે છે. કોંગ્રેસે 70 વર્ષથી રામ મંદિરનું નિર્માણ અટકાવ્યું હતું. પીએમ મોદીએ માત્ર 5 વર્ષમાં કેસ જીતી લીધો હતો. તેમણે ભૂમિપૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કર્યો હતો. વડાપ્રધાને કલમ 370 દૂર કરી જેથી કાશ્મીરમાં તિરંગો હંમેશ માટે લહેરાતો રહે.
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, “BRS તેલંગાણામાં વિકાસ કરવાના વચન સાથે સત્તામાં આવી હતી, પરંતુ તેણે જે કર્યું તે ભ્રષ્ટાચાર હતું. અહીંના લોકોએ રેવન્ત રેડ્ડીને 5 વર્ષ આપ્યા હતા. જો કે, તેમણે કોંગ્રેસ માટે તેલંગાણાને ATMમાં ફેરવવા સિવાય કંઈ કર્યું નથી. તમે અમને તેલંગાણામાં 10 થી વધુ સીટોના આશીર્વાદ આપો. અમે તેને ભારતનું નંબર વન રાજ્ય બનાવીશું.”






Leave a comment