નવા નાણાં વર્ષના પ્રથમ મહિનામાં કંપનીના રજિસ્ટ્રેશનમાં 3.7 ટકા ઘટાડો

નાણાંકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન રોકાણોમાં થયેલા વધારાને પગલે, નાણાંકીય વર્ષ ૨૦૨૫ (એપ્રિલ)ના પ્રથમ મહિનામાં કંપનીના રજિસ્ટ્રેશનમાં વાર્ષિક ધોરણે ૩.૭ ટકા ઘટાડો નોંધાયો હતો, જે આંશિક રીતે ઉચ્ચ આધાર અસરને આભારી છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના તાજેતરના ડેટા મુજબ, મર્યાદિત જવાબદારી ભાગીદારી (એલએલપી) ના સમાવેશમાં વાર્ષિક ધોરણે ૩૬ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલમાં ૧૫,૯૮૨ કંપનીઓ નોંધાઇ હતી, જે અગાઉના વર્ષે ૧૬,૫૯૯ નોંધાઇ હતી. તેનાથી વિપરિત, એલએલપી રજિસ્ટ્રેશન અગાઉના વર્ષના એપ્રિલમાં ૪,૩૩૫થી વધીને ૫,૮૯૬ થઈ ગયું હતું. નોંધનીય રીતે, એપ્રિલ ૨૦૨૩માં ૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે એલએલપી નોંધણીઓમાં નોંધપાત્ર વધારો થયો હતો.

નાણાકીય વર્ષ ૨૪ના સમયગાળા દરમિયાન, દેશમાં ૧૮૫,૦૦૦થી વધુ કંપની નોંધણીઓ જોવા મળી હતી, જે અગાઉના વર્ષની સરખામણીએ ૧૬.૩ ટકા વધુ કંપનીઓ અને ૬૨.૭ ટકા વધુ એલએલપીની વૃદ્ધિ દર્શાવે છે. સત્તાવાર ડેટા અનુસાર ચાલુ વર્ષના માર્ચ મહિનામાં જ લગભગ ૧૬,૬૦૦ કંપનીઓની સ્થાપના કરવામાં આવી હતી.

રેકોર્ડ ઇન્કોર્પોરેશનનું વલણ અને બોજ ઘટાડવા અને વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણને ઉત્તેજન આપવાના પ્રયાસોને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું. નાણાકીય વર્ષ ૨૪ માં કંપનીના નિવેશની અપવાદરૂપ સંખ્યા ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની ગણતરી માટે ઉચ્ચ આધાર અસર ઊભી કરી શકે છે.

Leave a comment

Trending