જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ૧૨મી મે ના રોજ માતૃદિનના દિવસે ૫ બહેનોને પ્રથમવાર માતા બનવાનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું હતું.જો કે આ દિવસે કુલ ૯ પ્રસૂતિ થઈ હતી.
યોગાનુયોગ આ જ દિવસે ૧૨મી મે ના રોજ નર્સીસ ડે હોવાથી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં કાર્યરત નાર્સિસ બહેનોની સેવા પણ ઉલ્લેખનીય રહી હતી. તેમણે જણાવ્યું કે મેડિકલ જગત સાથે સંકળાયલા બંને દિવસના તેઓ સાક્ષી રહ્યા તેનો સુખદ આનંદ છે.
તબીબોના જણાવ્યા મુજબ શિશુનો જન્મ થવો અને માતૃત્વ પ્રાપ્ત થવું એ કુદરતી ક્ષણ છે,પણ મુખ્ય વાત તો એ છે કે બાળક ૯ મહિના માના પેટમાં રહ્યું છે, ત્યારથી બાળક અને માતા એકમેકથી જોડાયેલા – સમાયેલા અસ્તિત્વરૂપ છે.એટલે તો બાળક મમ્મીને સામાન્ય પ્રેમ કરવાને બદલે તેની અસામાન્ય આરાધના કરે છે.
સ્ત્રીરોગ નિષ્ણાત ડો. પ્રફૂલ્લા ભિંડે, ડો.વિનોદ મકવાણા, ડો.પ્રતીક્ષા, ડો.વિન્સી, ડો.મમતા, ડો.નિરાલી, ડો.મહિમા પટેલ તેમજ નર્સીસ બહેનોનું યોગદાન રહ્યું હતું.






Leave a comment