રાજ્યભરની સ્કૂલોમાં 30 મે સુધીમાં 5.86 કરોડ પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવાશે

દિનેશ જોષી રાજ્ય સરકાર દ્વારા જૂન-2024થી શરૂ થતા શૈક્ષણિક વર્ષ દરમિયાન તમામ વિદ્યાર્થીોઓને પુસ્તકો મળી જાય તેટલા માટે પુસ્તકો રવાના કરી દેવામાં આવ્યા છે અને તા. 30મી મે સુધીમાં પુસ્તકો સ્કૂલોમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના નાનાથી લઇને મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહીં છે ત્યારે નાગરિકોના સ્વભાવમાં જ ટ્રાફિક સેન્સ આવે તેટલા માટે નવી પેઢીને પ્રથમ વખત ટ્રાફિકના પાઠ ભણાવવા માટે ધો. 9 અને 10ના સમાજ વિજ્ઞાન વિષયમાં ટ્રાફિકના પ્રકરણનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજયમાં પ્રથમ વખત 60 સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે તેમા પણ નયવા શૈક્ષણિક સત્રથી સંસ્કૃત માધ્યમાં વિવિધ 6 વિષયોનો નવો અભ્યાસક્રમ અમલમાં આવશે.

નવા કોર્સમાં રોડ સેફ્ટી, ડ્રાઈવિંગ લાઇસન્સની સમજ અપાશે

પાઠયપુસ્તક મંડળ દ્વારા ધો. 9 અને 10માં તમામ માધ્યમમાં સમાજ વિજ્ઞાનમાં અને ધો.11 અને 12માં માત્ર ગુજરાતી માધ્યમમાં ગુજરાતી પ્રથમ ભાષામાં રોડ સેફટીના પ્રકરણ ઉમેરવામાં આવ્યા છે. ટ્રાફિકના પ્રકરણમાં વાહન ચાલકની ફરજ વિશે જણાવવામાં આવ્યું છે.વાહનચાલકે કઇ રીતે વાહન ચલાવવું જોઇએ,સીટ બેલ્ટ પહેરે,વાહન પાર્ક કરતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી સહિતની બાબતોનું ‌વર્ણન કરવામાં આવ્યું છે. ડ્રાઇવિંગ લાઇસન્સ કયાં વાહન ચલાવતી વખતે જરૂરી છે,ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની વય મર્યાદાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉપરાંત લેન ડ્રાઇવિંગ,ચોકડી,ગોળાઇ,ઓવરટેઇક કઇ રીતે કરવું,હેલ્મેટનું મહત્વ પણ આપવામાં આવ્યુ છે.

વિદ્યાર્થી ભણી રહે ત્યાં સુધીમાં ગીતા સાર મેળવી લે એવી વ્યવસ્થા રાજય સરકાર દ્વારા શ્રીમદ ભગવત ગીતાના પાઠ તબક્કાવાર અભ્યાસક્રમમા દાખલ કરવાની છેલ્લા બે વર્ષથી જાહેરાત કરવામાં આવે છે. છેવટે જુન-2024-25થી ધો. 6થી8માં ભાગ-1 અમલમાં મુકવામાં આવ્યો છે. આ માટેનુ નવું પુસ્તક અમલમાં આવશે.જયારે ધો. 9થી12માં માત્ર ગુજરાતી માધ્યમમાં શ્રીમદ ભગવત ગીતાના ચેપ્ટરનો ઉમેરો કરવામાં આવ્યો છે.

Leave a comment

Trending