આગામી 5 દિવસ માટેની આગાહી

જૈનુલ અન્સારી શુક્રવારે ગરમીનો પારો 44.2 ડિગ્રી પહોંચી જવા સાથે શહેરમાં સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. વાતાવરણમાં ઉપરના લેવલે હાઇપ્રેશર સાથે એન્ટી સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં શનિ, રવિવારે 44 ડિગ્રી ગરમીની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ, સોમ-મંગળ-બુધ 43 ડિગ્રી રહેવા સાથે યલો એલર્ટ જાહેર કરાઈ છે.

હવામાન નિષ્ણાતે 22 મેએ ગરમીનો પારો 45 ડિગ્રી પાર કરી જવાની ચેતવણી આપી છે. બીજી તરફ મ્યુનિ.એ મેમાં અત્યાર સુધી 8 દિવસ યલો એલર્ટ અને 3 દિવસ ઓરેન્જ એલર્ટ આપી છે. એપ્રિલથી અત્યાર સુધી 13 યલો, 3 ઓરેન્જ એલર્ટ જાહેર થઈ છે. 41થી 43 ડિગ્રી ગરમી હોય તો યલો, 43થી 45 ડિગ્રી હોય તો ઓરેન્જ અને 45થી વધુ હોય તો રેડએલર્ટ અપાય છે. 2023માં એપ્રિલથી જૂન સુધીમાં 18 દિવસ ગરમી 41થી 43 ડિગ્રી રહી હતી. જ્યારે ગત મેમાં 7 દિવસ 43થી 45 ડિગ્રી હતી. છેલ્લા 3 દિવસથી બપોરની સાથે રાતનું તાપમાન પણ ખૂબ ઊંચું રહે છે. બપોરે 43થી 44 ડિગ્રી ગરમી હોય છે જ્યારે રાત્રે પણ 32થી 34 ડિગ્રી હોય છે. એપ્રિલથી અત્યાર સુધી ગરમીથી બીમારીના 10,155 કેસ આવ્યા છે.

ગત મેમાં 14 દિવસ 41થી 43, સાત દિવસ 43થી 45 ડિગ્રી ગરમી હતી ગત વર્ષે મેમાં 14 દિવસ યલો એલર્ટ હતી, અર્થાત ગરમી 41થી 43 ડિગ્રી વચ્ચે હતી, જ્યારે 7 દિવસ ઓરેન્જ એલર્ટ હતી અર્થાત ગરમી 43થી 45 ડિગ્રી હતી. મ્યુનિ.એ અત્યાર સુધી મેમાં 8 દિવસની યલો એલર્ટ અને 3 દિવસની ઓરેન્જ એલર્ટ આપી હતી.

બે સિસ્ટમ, રાજસ્થાન તરફથી ગરમ પવન ફૂંકાતાં પારો ઊંચકાયો અત્યારે વાતાવરણમાં ઉપલા લેવલે એક હાઇપ્રેશર સિસ્ટમ રચાઈ છે. તેની સાથે સાથે રાજસ્થાનની આસપાસ નીચલા લેવલે એક એન્ટિ સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે. આ બે પરિબળને લીધે રાજસ્થાન તરફથી ફૂંકાતા સૂકા અને અત્યંત ગરમ પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. આને કારણે ગરમીના પારામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો આગામી 4થી 5 દિવસ દરમિયાન પારો 45થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને આગામી 4થી 5 દિવસ સૌથી વધુ ગરમ સાબિત થઈ શકે છે. હમણા ગરમીમાંથી રાહતની કોઈ શક્યતા નથી.

Leave a comment

Trending