– છેલ્લા 40 દિવસમાં 69 હજારથી 1.59 લાખે મેટ્રોમાં મુસાફરી કરી
મેચના દિવસોને બાદ કરતાં છેલ્લા બે દિવસો દરમિયાન મેટ્રોમાં દૈનિક મુસાફરી કરતાં લોકોનો આંકડો પહેલીવાર 1 લાખ પાર કરી ગયો છે. 29 સપ્ટેમ્બર 2022એ મેટ્રો ફેઝ-1નું ઉદઘાટન થયું હતું, 38.57 કિલોમીટરની લંબાઈમાં 30 સ્ટેશન છે. પ્રથમવાર મુસાફરોની સંખ્યા વધીને મેચ કે જાહેર રજાના દિવસોને બાદ કરતાં અઠવાડિયના બે સામાન્ય દિવસોમાં વધીને આંકડો 1 લાખને પાર કરી ગયો છે. મેચ અને રજાના દિવસો દરમિયાન મેટ્રોમાં સતત 1 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. ગત 10 મેએ મુસાફરોની સંખ્યા 1.59 લાખ નોંધાઈ હતી. છેલ્લા 40 દિવસમાં મેટ્રોમાં 69 હજારથી 1.59 લાખ લોકોએ મુસાફરી કરી છે. જેમાં સૌથી ઓછા 69 હજાર મુસાફરો 7 એપ્રિલ-2024ને દિવસે તેમજ સૌથી વધુ 1.59 લાખ મુસાફરો 10 મેના રોજ નોંધાયા હતા.
મેચ અને રજાના દિવસે સૌથી વધુ ધસારો
| 24 માર્ચ, રવિવાર- હોળી | 1,08,740 |
| 31 માર્ચ, રવિવાર-મેચ | 1,09,572 |
| 4 એપ્રિલ, IPL મેચ | 1,24,689 |
| 17 એપ્રિલ, IPL મેચ-રજા-રામનવી | 1,11,400 |
| 28 એપ્રિલ, રવિવાર-મેચ | 1,38,046 |
| 10 મે, IPL મેચ- રજા | 1,59,214 |
| 13 મે, IPL મેચ | 1,47,571 |






Leave a comment