સેન્સેક્સ સર્વાધિક સ્તરેથી માત્ર 1.5% નીચે છે. દરમિયાન, નાની-મધ્યમ કંપનીઓ (એસએમઇ)ના આઇપીઓ તગડું રિટર્ન આપી રહ્યાં છે. લિસ્ટિંગના માત્ર 10-15 દિવસમાં જ રોકાણકારોને 3-4 ગણું રિટર્ન મળી રહ્યું છે. 14-17 મેની વચ્ચે એસએમઇ સેગમેન્ટમાં 9 કંપનીઓનું લિસ્ટિંગ થયું હતું. તેમાં મોટા ભાગની કંપનીઓ પ્રીમિયમ પર લિસ્ટ થઇ હતી.
એસએમઇ સેગમેન્ટના કેટલાક આઇપીઓએ લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોને માલામાલ કરી દીધા હતા. BSE અને NSEના આંકડાઓ અનુસાર, વિનસોલ એન્જિનિયર્સે 14મેના રોજ લિસ્ટિંગના દિવસે સર્વાધિક 5 ગણું (411%) રિટર્ન આપ્યું છે. એનર્જી મિશનરીઝે 16મેના રોજ લિસ્ટિંગના દિવસે 2.78 ગણું (178%) અને રિફેકટ્રીએ 14મેએ લિસ્ટિંગ બાદ 2.54 ગણું (154%) રિટર્ન આપ્યું છે.
ઓવેસ મેટલ એન્ડ મિનરલ પ્રોસેસિંગના શેર આ વર્ષે 4 માર્ચના રોજ લિસ્ટ થયા હતા. 17 મે સુધી માત્ર બે મહિનામાં 13 ગણું (1,213%) રિટર્ન આપ્યું છે. એસએમઇ શેર્સ લાંબી મુદતમાં પણ રોકાણકારોને સારું રિટર્ન આપવામાં સફળ રહ્યા છે. એટલે કે ઇન્સોલેશન એનર્જીના શેર 10 ઓક્ટોબર, 2022ના રોજ લિસ્ટ થયા હતા. 17 મે સુધી 1 વર્ષ 7 મહિનામાં 55 ગણું (5,420%) રિટર્ન આપી ચુક્યું છે.
બીલાઇન કેપિટલ એડવાઇઝર્સના ડાયરેક્ટર નેવિલ સાવજાની કહે છે કે “SME પ્લેટફોર્મ પર આઇપીઓની જોરદાર સફળતાના કારણ ઓછી કિંમતો પર સારી કંપનીઓના શેર્સ મળવા છે.
મેમાં 9,600 કરોડના આઇપીઓ, 8 મહિનામાં સૌથી વધુ IPO આવ્યા
મેમાં બુધવાર સુધી 5 કંપનીઓના IPO મારફતે કુલ મળીને 9,606 કરોડ રૂપિયાની મૂડી એકત્ર કરાઇ હતી. તે 8 મહિનામાં સૌથી વધુ છે. તેમાંથી 4 કંપનીઓએ 1,000 કરોડ રૂપિયાથી વધુ મુડી એકત્ર કરી હતી. આધાર હાઉસિંગ ફાઇનાન્સે સૌથી વધુ 3,000 કરોડની રકમ એકત્ર કરી હતી.






Leave a comment