શેરબજાર આજે એટલે કે ગુરુવારે (23 મે)તેની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સે 77,204નો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. જ્યારે નિફ્ટી 22,898ના સ્તરને સ્પર્શ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ 6%થી વધુની તેજી જોવા મળી રહી છે.
આજના કારોબારમાં સૌથી વધુ તેજી બેંકિંગ અને ઓટો શેરોમાં છે. નિફ્ટીના બેન્ક અને ઓટો ઈન્ડેક્સમાં લગભગ 2%ની તેજી જોવા મળી રહી છે. આઇટી અને રિયલ્ટી ઇન્ડેક્સ 1% કરતા ઉપર છે. મેટલ અને ફાર્મા શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ ઈન્ડેક્સ 0.32% અને ફાર્મા 0.48% ડાઉન છે.
શેરબજારમાં તેજીના કારણો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 4 જૂને બીજેપી રેકોર્ડ આંકને સ્પર્શતાની સાથે જ શેરબજાર પણ નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચશે.
- આ નિવેદનની સકારાત્મક અસર બજાર પર દેખાઈ રહી છે.
- વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સેલર બન્યા છે, પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખરીદી કરી રહ્યા છે. NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર, 22 મે, 2024ના રોજ FIIએ 686.04
- કરોડના શેર વેચ્યા જ્યારે DIIએ રૂ. 961.91 કરોડના શેર ખરીદ્યા.
- LT, ICICI બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને રિલાયન્સના શેરમાં વધારો થવાને કારણે સેન્સેક્સ વધ્યો છે. એલટી અને એક્સિસ બેન્કના શેરમાં લગભગ 3%નો વધારો થયો છે. ICICI બેંક, HDFC બેંક અને રિલાયન્સના શેરમાં લગભગ 1%નો વધારો થયો છે.
- RBI બોર્ડે નાણાકીય વર્ષ 2024 માટે સરકારને 2,10,874 કરોડ રૂપિયાના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી છે. ગત નાણાકીય વર્ષ 2022-23માં આરબીઆઈએ સરકારને 87,416 કરોડ
- સરપ્લસ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એટલે કે ગયા વર્ષની સરખામણીએ 1.23 લાખ કરોડ રૂપિયા વધુ છે.
ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સના શેર BSE પર 3.35%ના પ્રીમિયમ સાથે રૂ. 281.10 પર લિસ્ટ થયા હતા. તે જ સમયે, તે NSE પર 5.15%ના પ્રીમિયમ સાથે રૂ. 286 પર લિસ્ટ થયું હતું. તેની ઈશ્યુ પ્રાઈસ 272 રૂપિયા હતી.
આજે એશિયન માર્કેટમાં પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે. ચીનનો હેંગસેંગ ઇન્ડેક્સ 2% થી વધુ ઘટ્યો. આ સાથે જ જાપાનનો નિક્કી ઈન્ડેક્સ અને તાઈવાનના શેરબજારમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે.
પ્રારંભિક જાહેર ઓફર એટલે કે ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડનો IPO 22 મેથી જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. રિટેલ રોકાણકારો આ IPO માટે 27 મે સુધી બિડ કરી શકશે.
આ IPO માટે, રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા એક લોટ એટલે કે 39 શેર માટે અરજી કરવી પડશે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹364-₹383 નક્કી કર્યું છે. જો તમે ₹383ના IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,937નું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ એટલે કે 507 શેર માટે બિડ કરી શકે છે, જેના માટે તેમણે ₹194,181નું રોકાણ કરવું પડશે. આ પહેલા ગઈકાલે એટલે કે બુધવારે (22 મે) શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 267 પોઈન્ટના વધારા સાથે 74,221 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 68 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 22,597ના સ્તરે બંધ રહ્યો હતો.






Leave a comment