8.30 લાખથી વધુ આવકવાળા 10 વર્ષમાં ચાર ગણા થઈ ગયા

દેશમાં વાર્ષિક ખર્ચ 7.2 ટકાથી વધી રહ્યો છે. આ વૃદ્ધીદર દુનિયામાં મોટી ઇકોનોમીવાળા દેશોના મુકાબલે વધારે છે. આ સાથે ભારત પાંચમાંથી ત્રીજા નંબરનો સૌથી વધારે ખર્ચ કરવાવાળો દેશ બની જશે. વાર્ષિક 8.30 લાખ રૂપિયાથી વધારેની આવકવાળા ભારતીયો 10 વર્ષમાં 4 ગણા એટલે કે 7 ટકા વધી ગયા છે.

સ્વિટ્ઝર્લેન્ડની ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની યૂબીએસના જણાવ્યા અનુસાર 2013થી 2023માં ભારતમાં ઘરેલુ ખર્ચ બે ગણો વધીને 174 લાખ કરોડ રૂપિયાની ઉપર નીકળી ગયો છે. 10 વર્ષમાં ભારતમાં ખર્ચની કંપાઉન્ડ ગ્રોથ રેટ 7.2 ટકા રહી હતી. આ દરમિયાન ચીનમાં વાર્ષિક ઘરેલુ ખર્ચ 7.1 ટકા, અમેરિકામાં 5 ટકા, જર્મનીમાં 1 ટકા અને દુનિયામાં 6 ટકાથી ઓછો વધ્યો. બ્રિટિશ બેન્ક સ્ટાન્ડર્ડ ચાર્ટડનું અનુમાન છે કે 2024- 25માં દુનિયામાં ઘરેલુ ખર્ચ 6.3 ટકા વધશે.

દેશની જીડીપીમાં ઘરેલુ ખર્ચનો 60 ટકા હિસ્સો છે

હાલમાં દેશના જીડીપીમાં ઘરેલુ ખર્ચની હિસ્સેદારી લગભગ 60 ટકા છે. પણ તેમાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોનું યોગદાન એક જેવું નથી. યૂબીએસ મુજબ ખાદ્ય વસ્તુઓ, ઇંધણ, વીજળી અને વૈભવી સામાનની 80 ટકા ખપત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત 20 ટકા ધનવાન પરિવારો કરે છે.

2028 સુધી બે ગણા થશે અમીર ગ્રાહકો

યૂબીએસનું અનુમાન છે કે 2028 સુધી ભારતમાં સંપન્ન ગ્રાહકો વર્ષે 17 ટકા વધશે. આ હિસાબે આગામી 5 વર્ષમાં 8.30 લાખ રૂપિયાથી વધારેની આવકવાળા 15 વર્ષથી વધારેની ઉંમરવાળા લોકો 8.8 કરોડ એટલે કે 8 ટકા થઇ જશે.

Leave a comment

Trending