આમ્ર વૃક્ષ ઊપર કેરી પાકે ત્યાં સુધી લોકો રાહ જોઈ શકતા ન હોવાથી, બજારમાં કેરી કુદરતી રીતે પાકી આમ્રફળમાં પરિવર્તિત થાય એ પહેલા જ વેંચાવા લાગે છે અને જે કૃત્રિમ રીતે કેલ્શિયમ કાર્બાઇડ જેવા પદાર્થથી પકાવવામાં આવતી હોવાથી સરવાળે આરોગ્યને નુકસાન કરે છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના ડાયેટિશ્યન અનિલાબેન પરમાર અને ઉર્વીબેન મોતાએ કહ્યું કે, બિન પ્રાકૃતિક રીતે પાકેલી કેરી ખાવાથી અનેક નુકસાન થઈ શકે છે.
એક તો લાંબા સમય સુધી રસાયણના સંપર્કમાં કેરી પડી હોય તો તેને અડકવાથી ચામડી ઘણીવાર લાલ થઈ જાય છે અને ખંજવાળ આવે છે.જો ધોયા વિના ખાવામાં આવે તો વધુ ગરમ લાગવાથી મોઢામાં ચાંદા પણ પડી શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ હોય તેમને તો પેટમાં અલ્સર પણ થઈ શકે છે. ગળું ખરાબ થઈ શકે છે, જ્યારે કેટલાકને ગેસની સમસ્યા પણ સર્જાય છે.
સાવધાની રાખવા અંગે બંને આહાર શાસ્ત્રીઓએ જણાવ્યું કે, બજારમાંથી તુરંત લાવેલા આમ્રફળને ફ્રીઝમાં રાખવાની રીત યોગ્ય નથી, આવા ફળને ધોઈ નાખવા.તેમણે એમ પણ ઉમેર્યું કે, માત્ર ધોવા જ નહીં પણ ચાર પાંચ કલાક સુધી પાણીમાં પલાળી રાખવા. આવું કરવાથી જોખમ ટાળી શકાય છે.
આમ આ ફળોના રાજામાં શરીરને તંદુરસ્ત રાખવાના અનેક ગુણો છે પણ સાવધાની રખાય તો ફાયદો થઈ શકે.






Leave a comment