કચ્છમાં મેડિકલનો વ્યાપ હવે વધવા લાગ્યો છે.મેડિકલની તમામ સેવાઓ આધુનિક બની રહી હોવાથી રોજગારીની તકો પણ વધવા લાગી છે.આ હકીકતને ઘ્યાનમાં રાખી ભુજ અદાણી મેડિકલ કોલેજ દ્વારા ક્રમશઃ જુદા જુદા કોર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ કોર્ષ પૈકી ડિપ્લોમા ઈન રેડિયો ઈમેજીંગ ટેકનોલોજી (DRIT) અને ડીપ્લોમા ઈન રીનલ ડાયાલિસિસ ટેકનોલોજી(DRDT)ના નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે, જેની માંગ વધુ છે.
કચ્છ યુનિવર્સિટી સલંગ્ન આ બે નવા અભ્યાસક્રમોમાં બી.એસ.સી.પછી પ્રવેશ મેળવી શકાય છે. વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) પોર્ટલ ઉપર પ્રવેશ આપવામાં આવે છે.






Leave a comment