PM નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરીને પદેથી રાજીનામું આપ્યું હતું. હવે આગામી 8 જૂનના રોજ તેઓ ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા છે. હાલમાં એનડીએ I.N.D.I.A. ગઠબંધનની બેઠકો ચાલી રહી છે. હવે સંસદીય દળની બેઠક યોજાયા બાદ જ વડાપ્રધાન મોદી ફરી એકવાર શપથ લે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે ત્યારે ભાજપને બહુમતી મળી નથી. તે 240 જ બેઠક જીતી શક્યો છે. એટલા માટે હવે સરકાર બનાવવા માટે દારોમદાર હવે એનડીએના સાથી પક્ષો પર છે. આગામી 8 જૂને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથી પક્ષોના ટેકા બાદ પીએમ પદના શપથ લે તેવી શક્યતા છે. જ્યારે બીજી બાજુ I.N.D.I.A. ગઠબંધન પણ જોર લગાવી રહ્યું છે કે તે ટીડીપી અને નીતીશ કુમારની પાર્ટી જેડીયુને મનાવી શકે અને તેમના સમર્થનથી કેન્દ્રમાં સરકાર બનાવી શકે. હાલમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. 7 જૂને એનડીએ પણ સંસદીય દળની બેઠક બોલાવી શકે છે.
ચંદ્રાબાબુની ટીડીપી 15 બેઠકો સાથે એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.
ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશથી દિલ્હી જવા રવાના થયા છે. બિહારના સીએમ નીતિશ કુમાર પણ પટનાથી દિલ્હી જવા રવાના થયા છે. નીતિશ જે ફ્લાઈટથી દિલ્હી જઈ રહ્યા છે તેમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ સવાર છે. તેજશ્વી ઈન્ડિયા બ્લોકની બેઠકમાં ભાગ લેવા જઈ રહી છે.
નીતિશ ઉપરાંત એલજેપી (રામ વિલાસ) પ્રમુખ ચિરાગ પાસવાન અને હમ સુપ્રીમો જીતન રામ માંઝી પણ એનડીએની બેઠકમાં ભાગ લેશે.






Leave a comment