મોટા અંગિયામાં દીકરીના જન્મ પ્રસંગે એક વૃક્ષનું વાવેતર

કચ્છ મહિલા વિકાસ સંગઠનના સહયોગથી અંજાર તાલુકાની મહિલાઓ માટે નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામનો પ્રવાસ યોજાયો હતો જેમાં ગ્રામ પંચાયત દ્વારા કરાતાં કામોની વિગતો અપાઇ હતી.મોટા અંગિયા ગ્રામ પંચાયતના ઈકબાલ ઘાંચીએ ગામમાં કરાયેલા નવતર પ્રાયસો જેમ કે, બધાને સમાન તક અને હક્ક, બાલિકા પંચાયત, દીકરી વધામણા, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, વેકેશન કેમ્પ, બાળકો માટે પ્રવાસ, દીકરીના જન્મ સમયે એક વૃક્ષ વાવવું, દીકરીઓ માટે સંમેલન વગેરે પ્રવૃતિઓ વિશે વિગતો આપી હતી. અંજાર તાલુકાના બહેનોએ તેમને મૂંઝવતા પ્રશ્નો બાબતે સાથે ચર્ચા કરી હતી.

ગ્રામ પંચાયત સભ્યો શંકરનાથ, દીપક ગોર, ફાતિમાબેન બાલિકા સરપંચ, મુક્તાબેન નાથબાવા, , ગ્રામ શાસિની મંચના સભ્ય દીનાબેન અને કુલસુમબેને પોતાના અનુભવો જણાવ્યા હતા. કચ્છ મહિલા વિકાસ સંગઠનના નીરૂ ચંદાણા, ચારુબેન, યોગેશ ગરવાએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી.

Leave a comment

Trending