ભુજ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ચાલતા વિવિધ તાલીમ વર્ગો અંતર્ગત આર્મીના જવાનોની જીવનશૈલીને અનુરૂપ પોષણ આહાર તૈયાર કરવા માટે જવાનોની પત્નીઓને અપાયેલી ડાયેટ એંડ ન્યુટ્રીશનમાં 24 બહેનોએ સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કર્યા બદલ તેમને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આર્મી સ્ટેશનના ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રમાણપત્ર સ્વીકાર કરતાં આર્મી વેલ્ફેર ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન શ્રીમતી શાલિની સિંહે જણાવ્યું કે, જવાનોની જીવનશૈલીને અનુરૂપ રાંધણ કલાનો વિકાસ કરવા અને જવાનોના સ્વાસ્થ્ય માટે આ તાલીમ પ્રાપ્ત કરી છે જે એક ઉત્તમ પગલું પુરવાર થશે. તેમણે સંસ્થાના પ્રકલ્પનો આભાર માન્યો હતો. ભુજ યુનિટના જુનિ. ઓફિસર ડો. પૂર્વી ગોસ્વામીએ પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.
કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા આર્મી વેલ્ફેરના સેક્રેટરી પ્રિયા સેલ્વમએ સંભાળી હતી તથા સંચાલન માધવી ગુરવએ કરી હતી.






Leave a comment