રાપરમા યોગ જાગૃતિ અંતર્ગત રાજ્ય યોગ બોર્ડની આગેવાની હેઠળ શાળાઓ દ્વારા રેલીનું આયોજન કરાયું

આવતીકાલ તા. 21ના યોગ દિવસ નિમિત્તે લોકોના માનસિક શારીરિક સ્વાસ્થ માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે વિવિધ સ્તરે કાર્યક્રમો યોજાશે. ત્યારે યોગ કાર્યક્રમોમાં લોકો બહોળી સંખ્યામાં જોડાય અને તેનો પ્રચાર પ્રસાર થાય તે આશયથી રાપર શહેરના કોર્ટ પરિસરથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણાથી શહેરની વિવિધ શાળાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યમાં નગરજનો જોડાયા હતા.

રાપરની પટેલ કન્યા છાત્રાલયની, સંસ્કાર લક્ષ્મી કન્યા છાત્રાલયની છાત્રાઓ તથા શહેરના નગરજનો સાથે નીકળેલી વિશાળ યોગ રેલીને ન્યાય મંદિરના પરિસરમાં સમાપન થઈ હતી.કેળવણીકાર રમેશ સંઘવીએ પ્રેરક ઉદબોધનમાં યોગનો સમાજ હિતમાં ઉપીયોગ જરૂરી હોવાનું કહ્યું હતું. યોગથી મન, શરીર અને આત્માનું મિલન એટલે જ યોગ એ વાતને યોગ, આસન, પ્રાણાયામના મહત્વની પ્રેરક વાત કરી સમજ આપી હતી.

આ સમયે પ્રિન્સિપલ સિવિલ જજ સન્યાલ પ્રેરક ઉદબોધન કર્યુ હતું. મહેશભા ગઢવી, જ્યોતિબેન સંઘવી, સરસ્વતી કન્યા વિદ્યાલયના દિનાબેન સોલંકી, પ્રવિણભાઈ , નરેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ ઠાકોર,હસુભાઈ ઠક્કર, વિનોદભાઈ દોશી,સુષ્માબેન મોરબિયા ,મોંઘીબેન તથા વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો. કન્યાઓની વિશાળ‌ રેલીને રમેશ સંઘવી તથા સંન્યાલે લીલી ઝંડી સાથે પ્રસ્થાન કરાવી શુભેચ્છા પાઠવી હતી. પટેલ કન્યા છાત્રાલયના ગૃહમાતા રિન્કલબેન સ્ટાફે તેમજ સંસ્કાર લક્ષ્મી કન્યા છાત્રાલયના ગૃહમાતા રમીલાબેન ઠાકોરે રેલીને સફળ બનાવવા સહયોગી બન્યા હતા.

Leave a comment

Trending