એકતરફ કચ્છના દરિયાઈ વિસ્તારમાં પખવાડિયાથી બિનવારસુ ચરસનો જથ્થો મળી રહ્યો છે ત્યારે બુધવારે વહેલી સવારે રણ સરહદના નરા – ખાવડા નજીક બોર્ડર પીલર નંબર 1125 પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો. નરા નજીક આવેલ વિઘાકોટ પાસેના બલવીર બીઓપી નજીક પિલર નંબર 1125 પાસેની ફેન્સીંગ ઓળંગીને ભારતીય સીમા વિસ્તારમાં ઘૂસી આવેલા પાકિસ્તાની ઘુસણખોર 30 વર્ષિય અફઝલને બીએસએફના જવાનોએ ઝડપી લીધો હતો તે પાકિસ્તાનના સિયાલકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં આ શખ્સ પાસેથી કંઈ વાંધાજનક મળી આવ્યું નથી.સુરક્ષા જવાનોએ પકડ્યો ત્યારે પાકિસ્તાની ઘુસણખોરે પાણી અને સિગારેટ માગી હતી.જ્યાંથી પાકિસ્તાની ઝડપાયો તે વિસ્તાર નરા પોલીસની હદમાં આવતો હોવાથી તેને નરા પોલીસને સોંપવામાં આવશે.હાલમાં એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે બાદમાં તેને જેઆઇસીના હવાલે કરવામાં આવશે. હાલમાં જે રીતે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેમાં નાપાક સંડોવણી સામે આવી છે જેથી ડ્રગ્સ અને ઘૂસણખોર વચ્ચે કોઈ સબંધ નથી ને તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ ઘૂસણખોર ઝડપાયો હતો. બીએસએફ દ્વારા રણ અને દરિયાઇ સરહદ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવાયું છે.






Leave a comment