ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં લાખો નોકરીઓનું સર્જન: ગૌતમ અદાણી

અદાણી ગ્રૂપ ગ્રીન એનર્જી અને વર્લ્ડ ક્લાસ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીનું માનવું છે કે આગામી સમયમાં ‘ગ્રીન ઈલેક્ટ્રોન’ ભારતની આર્થિક પ્રગતિમાં પ્રાથમિક પ્રેરક બનશે. તાજેતરમાં મુંબઈ ખાતે આયોજીત “ઇન્ફ્રાસ્ટ્રક્ચર – ધ કેટાલીસ્ટ ફોર ઇન્ડિયાઝ ફ્યુચર” કાર્યક્રમમાં ગૌતમ અદાણીએ ભારતના માળખાકીય ક્ષેત્રના વિકાસમાં ગ્રીન એનર્જીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે ભારપૂર્વક જણાવ્યું હતું.   

અદાણીના જણાવ્યા અનુસાર અશ્મિભૂત ઇંધણમાંથી સૌર, પવન અને હાઇડ્રોજન જેવા રિન્યૂએબલ ઉર્જા સ્ત્રોતોનું ઊર્જા સંક્રમણ આમૂલ પરિવર્તન સમાન છે. એટલું જ નહીં, સોલાર અને વિન્ડ એનર્જી, એનર્જી સ્ટોરેજ, હાઇડ્રોજન પ્રોડક્શન, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન અને ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો લાખો નવી નોકરીઓનું સર્જન કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ગ્રીન ઈલેક્ટ્રોન’ આર્થિક પ્રગતિનું પ્રાથમિક પ્રેરક બનશે, ગ્રીન ઈલેક્ટ્રોન માટે સંભવિત બજારનું કદ વર્ચ્યુઅલ રીતે અમર્યાદિત છે.

ઊર્જા સંક્રમણ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ ભારતના આર્થિક અને ટકાઉ ભવિષ્યને પુનઃ આકાર આપતા બે મુખ્ય ક્ષેત્રો છે. ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. ગૌતમ અદાણીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્રાંતિથી પ્રેરિત ડેટા સેન્ટર્સની વધતી માંગ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યુ હતું કે મશીન લર્નિંગ, ભાષા સમજવી, ચિત્રોને સમજવું – AI એ બધું કરે છે, પરંતુ તેના માટે ડેટા સેન્ટર્સને ભારે વીજળ પુરવઠાની જરૂર પડે છે.

ડેટા જનરેશનમાં વૃદ્ધિ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, આ વૃદ્ધિના કેન્દ્રમાં ડેટા સેન્ટર્સ છે, કારણ કે તે મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, કોમ્પ્યુટર વિઝન અને ડીપ લર્નિંગ સહિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્કલોડને પાવર કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.

તેમણે જણાવ્યું હતું કે ઉર્જા સંક્રમણ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે અવિભાજ્ય અંગ છે કારણ કે ટેક્નોલોજી ક્ષેત્ર ગ્રીન ઇલેક્ટ્રોનનો સૌથી મોટો ઉપભોક્તા બની ગયો છે. અદાણી ગ્રૂપ તેની સંકલિત રિન્યુએબલ એનર્જી વેલ્યુ ચેઈનને વધુ વિસ્તૃત કરીને આગામી દાયકામાં ઊર્જા સંક્રમણ ક્ષેત્રમાં 100 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ખાવડામાં વિશ્વના સૌથી મોટા સિંગલ-સાઇટ રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણનો તેમાં સમાવેશ થાય છે, જે 2030 સુધીમાં જૂથની કુલ રિન્યૂએબલ ઉર્જા ક્ષમતાને 50 GW સુધી વધારશે.

અદાણી ગ્રૂપ ડેટા સેન્ટર્સ માટે ભારતની સૌથી મોટી ઓર્ડર બુક ધરાવે છે. તે આ ગીગાવોટ-સ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટરો પહોંચાડવા માટે અનન્ય રીતે સ્થિત છે. 2030 સુધીમાં દુનિયાને AI ડેટા કેન્દ્રો માટે વધારાની 100 થી 150 GW ગ્રીન એનર્જીની જરૂર પડશે. અદાણીએ જીડીપી વૃદ્ધિને આગળ વધારવામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણની મહત્વપૂર્ણ ભૂમિકાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. વર્ષ 2032 સુધીમાં ભારત 10 ટ્રિલિયન ડોલરનીં ઈકોનોમી બની જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a comment

Trending