– મંડળ દ્વારા ગતવર્ષમાં યોજાયેલ પ્રવૃતિઓની માહિતી રજૂ કરાઈ
સરદાર પટેલ કર્મચારી મંડળની 31મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ કુમનભાઈ વરસાની ગત વર્ષમાં મંડળ દ્વારા યોજાયેલ વિવિધ પ્રવૃતિઓ જેવી કે સરસ્વતિ સન્માન સમારોહ, સર્વ રોગ અને બ્લડ ડોનેશન કૅમ્પ, 300 વૃક્ષોનું કરેલ વૃક્ષારોપણ વગેરે પ્રવૃત્તિથી હાજર સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. મંત્રી જયેશભાઇ દ્વારા આ સભાનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં ખજાનચી ભાવેશભાઈએ ગત વર્ષમાં હિસાબોનું વાંચન કર્યું હતું. સભાની પૂર્ણાહુતિ ઉપપ્રમુખ ઉમેશભાઈ દ્વારા કરવામાં આવી હતી.






Leave a comment