જી.કે.જનરલ અદાણી હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા વીતેલા માસમાં વિશ્વ સ્વૈચ્છિક રક્તદાતા દિવસ અને અદાણી ગ્રુપના ચેર પર્સંનશ્રી ગૌતમ અદાણીના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા સ્થળોએ આયોજિત રક્તદાન કાર્યક્રમમાં વિક્રમ રૂપ ૨૦૦૪ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.
બીજી તરફ આ જ જૂન મહિનામાં ગાયનેક વિભાગને હોસ્પિલમાં સૌથી વધુ ૨૮૦ બોટલ સહિત અન્ય ડિપાર્ટમેન્ટ જેમકે થેલેસેમીયા અને ઈમરજન્સી વિભાગમા આવેલા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી બ્લડ પૂરું પાડી શકાયું હતું. એમ બ્લડ બેન્કના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયએ જણાવી ગત મહિને રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાનમાં જોડાયા તે બદલ આભાર માન્યો હતો.અને ભવિષ્યમાં સહકાર માટે અનુરોધ કર્યો હતો.
બ્લડ બેન્કમાં એકત્રિત થયેલા ૨૦૦૪ યુનિટ પૈકી ૧૬૨૪ યુનીટ જુદા જુદા ૧૧ કેમ્પ મારફતે અને ૩૮૦ યુનિટ ઈનહાઉસ અંતર્ગત બ્લડ ભેગું કરવામાં આવ્યું હતું.
બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલે આપેલી વિગત મુજબ મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપની જુદી જુદી છ કંપની ઉપરાંત ભુજ લાયન્સ હોસ્પિટલ, લઠેડી મહેશ્વરી સમાજ, ભા.જ.પ.કાર્યકરો, કોસ્ટ ગાર્ડ મુન્દ્રા અને ઓલ કાર્ગો મુન્દ્રા ટર્મિનલના સહયોગથી બ્લડ મેળવવાનું આયોજન પાર પાડવામાં આવ્યું હતું.






Leave a comment