શેરબજાર આજે એટલે કે 10 જુલાઈના રોજ ઘટાડા સાથે બંધ થયું હતું, જે પહેલા ઓલ ટાઈમ હાઈ પર હતું. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સે 80,481 અને નિફ્ટીએ 24,459ના ઓલ ટાઈમ હાઈ પર હતું. જો કે, દિવસભરના કારોબાર બાદ સેન્સેક્સ 426 પોઈન્ટ ઘટીને 79,924 પર બંધ રહ્યો હતો.
તેમજ, નિફ્ટી પણ 108 પોઈન્ટ ઘટીને 24,324ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો અને 9માં તેજી જોવા મળી હતી.
એમક્યોર ફાર્માના શેર BSE પર 31.45%ના પ્રીમિયમ સાથે રૂ. 1,325.05 પર લિસ્ટ થયા હતા. તે NSE પર 31.45%ના પ્રીમિયમ સાથે રૂ. 1,325.05 પર લિસ્ટ થયો હતો. તેની ઈશ્યૂ કિંમત રૂ 1,008 હતી. દિવસભરના ટ્રેડિંગ પછી, શેર BSE પર 2.91% ના વધારા સાથે રૂ. 1363.65 પર બંધ થયો.
જ્યારે, બંસલ વાયરના શેર 37.5%ના પ્રીમિયમ સાથે BSE પર રૂ. 352.05 પર લિસ્ટ થયો હતો. તે NSE પર 39.1%ના પ્રીમિયમ સાથે રૂ. 356 પર લિસ્ટ થયો હતો. તેની ઈશ્યૂ કિંમત 256 રૂપિયા હતી. દિવસભરના ટ્રેડિંગ પછી, BSE પર શેર 0.57% ના ઘટાડા સાથે રૂ. 350.05 પર બંધ થયો.
એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી 0.13% ઉપર છે. તેમજ, હોંગકોંગનો હેંગસેંગ 0.32% વધીને કારોબાર કરી રહ્યો છે. જોકે, શાંઘાઈ કમ્પોઝિટ 0.43% ડાઉન છે.
બુધવારે અમેરિકન માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઓ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 52.82 (0.13%) પોઈન્ટ ઘટીને 39,291 પર બંધ થયો હતો. જ્યારે NASDAQ 25.55 (0.14%) પોઈન્ટ વધીને 18,429 પર બંધ થયો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ મંગળવારે (9 જુલાઈ) ના રોજ ₹314.46 કરોડના શેર ખરીદ્યા હતા. આ દરમિયાન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ ₹1,416.46 કરોડના શેર ખરીદ્યા હતા.
અગાઉ ગઈકાલે એટલે કે 9મી જુલાઈએ બજાર ઓલ ટાઈમ હાઈ પર હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 80,397 અને નિફ્ટીએ 24,443ની હાઈ સપાટી બનાવી હતી. આ પછી નિફ્ટી 112 પોઈન્ટના વધારા સાથે 24,433ના સ્તરે બંધ થયો હતો. જ્યારે સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળ્યો હતો. 80,351ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં તેજી અને 12 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.






Leave a comment