અકસ્માત, પડી- આખડી જવાથી કે કોઈ અન્ય કારણોસર યુવાનો વડીલો અને બાળકોમાં ખભાની ઈજાનું પ્રમાણ વધુ જોવા મળતું હોવાથી, ઓર્થો ડોક્ટર્સને ઓપરેશનમાં કે સારવારમાં સરળતા રહે એ માટે એમ.આર.આઇ. મારફતે વધુ આધુનિક અને સચોટ રીતે નિદાનાત્મક પરીક્ષણ કરવા જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં રેડીયોલોજી સેમિનાર યોજાયો હતો.
હોસ્પિટલ કોન્ફરન્સ ખંડમાં યોજાયેલા સેમિનારમાં ભાવનગરના ડો. વિપુલ સોલંકીએ ખભાના જુદા જુદા એંગલથી લેવાતા એમ.આર.આઇ.નું હેન્ડઝોન નિદર્શન કરી કહ્યું કે, એમ.આર.આઇ.નું નિદાન જેટલું સચોટ એટલી સારવાર અસરકારક બનશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષ,જી.કે.ના રેડિયોલોજી વિભાગના હેડ ડો. ભાવેન શાહ,ગુજરાત મેડિકલ કાઉન્સિલ તરફથી ગાંધીધામના જાણીતા ઓર્થો સર્જન ડો. બળવંત ગઢવી, જી.કે.ના ઓર્થો સર્જન ડો.વિવેક પટેલ જી.કે.ના રેડીયોલોજિસ્ટ ડો.શિવમ કોટક અને રેડિયોલોજિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.






Leave a comment