એડટેક કંપની બાયજુસ તેની સામે નાદારીની કાર્યવાહીને પડકારશે

કંપનીના બે અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના નિર્ણય સામે આ સપ્તાહે અપીલ કરવામાં આવશે.

NCLTએ મંગળવાર, 16 જુલાઈએ બાયજુસ સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવાની BCCIની અરજી સ્વીકારી હતી. આ મામલો ભારતીય ક્રિકેટ ટીમની જર્સી માટે બાયજુસ અને BCCI વચ્ચેના સ્પોન્સરશિપ કોન્ટ્રાક્ટ સાથે સંબંધિત છે.

BCCIએ ગયા વર્ષે બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ સામે રૂ. 158 કરોડના લેણાંની વસૂલાત માટે અરજી કરી હતી. આ કેસની આગામી સુનાવણી 15 નવેમ્બરે થવાની છે. જો કે, આ પછી બાયજુસએ કહ્યું કે તે BCCI સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કેસની આગામી સુનાવણી 15 નવેમ્બરે થવાની છે.

બાયજુસએ BCCIને નથી આપ્યા કોન્ટ્રેક્ટના ₹158.9 કરોડ

ગયા વર્ષે જાન્યુઆરીમાં બાયજુસએ BCCIને રૂ. 143 કરોડની બેંક ગેરંટી એનકેશ કરવાની પરવાનગી આપી હતી. હાલમાં BYJU’S પર બાકી રકમ રૂ. 158.9 કરોડ છે. BCCI દ્વારા 8 સપ્ટેમ્બર 2023ના રોજ દાખલ કરાયેલા કેસની સુનાવણી 28 નવેમ્બરે થઈ હતી.

Leave a comment

Trending