NEET UG પરીક્ષા રદ થશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પણ નિર્ણય આવી શક્યો નહીં. ઉમેદવારોએ હજુ વધુ રાહ જોવી પડશે. આજે પણ 4 કલાક સુધી સુનાવણી ચાલી હતી. આ દરમિયાન કોર્ટે NTAને શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારોના પરિણામો (માર્કસ) વેબસાઈટ પર અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. માર્કસ કેન્દ્ર અને શહેર મુજબ હોવા જોઈએ.
કોર્ટે કહ્યું, ‘પરિણામ અપલોડ કરતી વખતે ઉમેદવારની ઓળખ જાહેર ન કરવામાં આવે. અમે આગામી સુનાવણી સોમવાર, 22 જુલાઈએ સવારે 10.30 વાગ્યે શરૂ કરીશું. જેથી બપોર સુધીમાં તારણો કાઢી શકાય. અમને બિહાર પોલીસના રિપોર્ટની કોપી પણ જોઈએ છે.
NEETમાં અનિયમિતતા સંબંધિત 40 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે ત્રીજી સુનાવણી હતી. અગાઉ તે 8મી જુલાઈએ અને પછી 11મી જુલાઈએ થઈ હતી. CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે.
સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી. અરજદારના વકીલ એડવોકેટ નરેન્દ્ર હુડ્ડા છે.
CJIએ સોલિસિટર જનરલને પૂછ્યું: NEET દ્વારા સરકારને કેટલી આવક થાય છે? સોલિસિટર જનરલઃ લગભગ 400 કરોડ રૂપિયા, જેમાંથી 300 કરોડનો ખર્ચ થઈ જાય છે. CJI: અને તમે પ્રશ્નપત્રોના પરિવહનની જવાબદારી ખાનગી કુરિયર કંપનીને આપી છે?






Leave a comment