રાજકોટમાં લાંબા સમયથી સૌરાષ્ટ્ર ઝોનની ફિનિર્ધારણ સમિતિનાં સભ્યોની મુદત પુરી થઈ ગઈ હોવા છતાં નવા સભ્યોની નિમણુંક નહી થતા ફિ નિર્ધારમની કામગીરી માત્ર કાગળ ઉપર રહી છે. ખાનગી શાળાઓ દ્વારા મનફાવે તેમ ફિ વસુલવામાં આવતી હોવાથી તેનાં વિરોધમાં આજે શિક્ષણાધિકારીની કચેરીએ હલ્લાબોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થી કાર્યકરોએ શિક્ષણતંત્ર સામે રોષ દર્શાવવા માટે શિક્ષણાધિકારીનાં ટેબલ ઉપર બંગડીઓ ફેંકી રોષ વ્યક્ત કર્યો હતો. દેખાવો અને સુત્રોચ્ચાર બાદ પોલીસ દ્વારા 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખાનગી શાળાઓની ફિ નિર્ધારણ માટે રાજય સરકાર દ્વારા જે કમીટી નિયુક્ત કરવામાં આવી છે તે કમીટીનાં ચેરમેન અને સભ્યોની મુદત પુરી થઈ ગઈ હોવા છતાં નવી નિમણુંક કરવામાં નહી આવતા મનફાવે તેમ વસુલાતી ફિનાં વિરોધમાં આજે એનએસયુઆઈનાં વિદ્યાર્થી કાર્યકરો અહીની કરણસિંહજી હાઈસ્કુલમાં કાર્યરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ દસી ગયા હતાં. અહી જિલ્લા શિક્ષણાધિકારી નિલેશ રાણીપા ગેરહાજર હોવાથી શિક્ષણ નિરીક્ષકો સમક્ષ વિદ્યાર્થી કાર્યકરોએ ઉગ્ર રજૂઆતો કરી હતી. કાર્યકરોએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ખાનગી શાળાઓ ફિના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે છતાં શિક્ષણાધિકારી કચેરી દ્વારા કોી પ્રકારનાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.
રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા ફિનાં ધારા ધોરણોનો ઉલાળિયો કરીને ખાનગી શાળાઓ મનફાવે તેમ વાલીઓને લૂંટી રહી છે. ફિનિર્ધારણ કમટી માત્ર કાગળ ઉપર રહી છે. એક પણ ખનગી શાળા સામે પગલાં લેવામાં આવ્યા નથી. વિદ્યાર્થી કાર્યકરોએ દેખાવો અને સુત્રોચ્ચાર બાદ વેદનપત્ર આપ્યું હતું. દરમિયાન રાજકોટ નજીક પીપળીયા ગામેથી પકડાયેલી ડમી સ્કુલ સામે શિક્ષણાધિકારી કચેરીએ કેમ પગલાં નથી લીધા? તેવા સવાલનાં જવાબ બાદ વિદ્યાર્થી કાર્યકરો ઉશ્કેરાયા હતાં. તેમજ શિક્ષણાધિકારીનાં ટેબલ ઉપર બંગડીઓ ફ ેંકી ડમી સ્કુલ સામે પગલાં લેવામાં નિષ્ફળ શિક્ષણાધિકારી કચેરી સામે રોષ દર્શાવ્યો હતો. પાંચ દિવસમાં ઘટતી કાર્વાહી કરવામાં નહી આવે તો વાલીઓને સાથે લઈ જઈ શાળાઓમાં હલ્લાબોલનો કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થી કાર્યકરોએ શિક્ષણાધિકારીની વિરૂધ્ધમાં સુત્રોચ્ચાર બોલાવતા 10 કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.






Leave a comment