જી. કે. જન. અદાણી હોસ્પિ. માં  વરિકોઝ વેઇન્સની લેઝર શસ્ત્રક્રિયા ઉપલબ્ધ બનાવાઈ

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા લેઝર પદ્ધતિથી વેરિકોઝ વેઈન્સ(પગની નસો સુઝવી અને ગાંઠો પડવી)ની શસ્ત્રક્રિયા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોના જણાવ્યા મુજબ પગમાં પસાર થતી નસોમાં મોજૂદ વાલ્વમાંથી લોહી વહેવામાં પડતી મુશ્કેલીને કારણે આ સમસ્યા ઉદભવે છે. જે આગળ જતાં ગંભીર બની જાય છે. છેવટે ઓપરેશન દ્વારા જ રાહત મળે છે.

કચ્છમાં આ રોગના પ્રમાણની નજરે જી.કે.ના સર્જરી વિભાગ દ્વારા લેઝરથી શસ્ત્રક્રિયા ઉપલબ્ધ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a comment

Trending