મારવાડી યુનિવર્સિટી અને યંગ ઇન્ડિયન્સ રાજકોટ દ્વારા “યુવા સાથે સંવાદ” ના ભાગ રૂપે “શા માટે તમાકુ, દારૂ અને ડ્રગ્સના વપરાશ જોખમી છે?” વિષયક એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ 22 જુલાઈ, 2024ના રોજ સવારે 11:30થી 1:00 વાગ્યા દરમ્યાન આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (ડી.સી.પી. ક્રાઇમ, રાજકોટ), ડૉ. નિષ્ઠા શાહ (બીએસસી. સાઇકોલોજી, એમ.એ. સ્પેશિયલ એન્ડ ઇન્ક્લુસિવ એજ્યુકેશન), ડૉ. જ્વલંત છગ (એમ.ડી. સાયકિયાટ્રી એન્ડ પીડીએફ ચાઇલ્ડ એન્ડ એડોલેસન્ટ સાયકિયાટ્રી) અને ડૉ. ખ્યાતી વસાવડા (એમ.એસ., એમ.સી.એચ હેડ એન્ડ નેક સર્જિકલ ઑન્કોલોજી) ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મારવાડી યુનિવર્સિટીની યુવા ટીમ (યંગ ઇન્ડિયન્સ) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોમાં તમાકુ, દારૂ અને ડ્રગ્સના વપરાશથી થતા જોખમો વિશે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિશેષજ્ઞોએ વિવિધ દ્રષ્ટિકોણોથી આ વિષયો પર વાત કરી અને તેમના ખતરાઓ વિશે વિગતવાર સમજ આપી હતી.






Leave a comment