જી. કે. જન. અદાણી હોસ્પિ.માં હિપેટાઇટિસ વિકની ઉજવણી

હોસ્પિટલના સફાઈ કર્મીઓએ પણ ચેપ સામે સ્વકાળજી જરૂરી

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં 21 મી થી 28મી દરમિયાન હેપેટાઇટિસ વીકની ઉજવણી અંતર્ગત સોડેક્ષો કર્મચારીઓને તેમની કામગીરી દરમિયાન એન્ટી રેટ્રો વાયરલ થેરાપીના મેડિકલ ઓફિસર ડો.ટી.કે. ભાનુશાલીએ હિપેટાઇટિસ અગરતો કમળો, એચઆઇવી કે અન્ય રોગનો ચેપ ન લાગે એ માટે સફાઈ માટે ઉપલબ્ધ જરૂરી સાધનોનો ઉપયોગ કરવો, રસી લેવી, જરૂર લાગે તો સારવાર પણ તત્કાળ લેવા  માર્ગદર્શન આપ્યું હતું. કમળાના રોગ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

હોસ્પિટલને સ્વચ્છ રાખવા માટે ખડે પગે ફરજ બજાવતા સ્વચ્છતાના પહેરેદારોએ પણ કામગીરી દરમિયાન ચેપ ન લાગે એ માટે પૂરતી કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

જિલ્લા એઇડ્સ અટકાવ અને નિયંત્રણ વિભાગ અને જિલ્લા ટી.બી.અધિકારી મનોજ દવેના આયોજન હેઠળના આ કાર્યક્રમમાં જી. કે. સેન્ટરના રેખાબેન વિશ્વકર્માએ સગર્ભા માતાઓને વાઈરલ ચેપ લાગે નહિ એ માટે લેવાની થતી કાળજી અંગે તેમજ સેન્ટરના કાઉન્સેલર જીજ્ઞેશ દેસાઈએ ચેપ અંગે વિગતો આપી હતી.

આ ઉપરાંત જી. કે. જનરલ હોસ્પિટલના સોડેક્ષો    નિભાવ સુપરવાઈઝર ઇમદાદર અતુર, તસ્લીમ મકરાણી, સંજય મેરિયા તથા સેન્ટર ડેટા મેનેજર અલ્તાફ શરીફ મોહમ્મદ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Trending