રાપરમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે 6.5 કરોડના કામોની અર્પણવીધી

રાપર તાલુકા પંચાયત કચેરી દ્વારા વર્ષ 2024 /25ના મંજૂર થયેલા વિકાસ કાર્યો અંતર્ગત રૂ. 6.5 કરોડના કામોના વિવિધ વિકાસ કાર્યોની અર્પણ વિધિ યોજાઈ હતી, જેમાં મંજુર થયેલા હુકમ, વર્ક ઓર્ડર તેમજ 10 ટ્રેકટર ટ્રોલીનુ લોકાર્પણ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. નગરજનો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રાપર ધારાસભ્ય જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ વિધિ પ્રસંગે રાપર તાલુકા વિકાસ અધિકારી એઆર ત્રિવેદી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા, ભુપતદાન ગઢવી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોર મહેશ્વરી, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા, ડોલરભાઈ ગોર, કૌશિક બગડા, હમીરજી સોઢા, ભગાભાઇ આહિર, દિલીપભાઈ જાદવ, રામજી સોલંકી, કેશુભા વાઘેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાપર તાલુકાના જુદા ગામોમાં વિવિધ વિકાસના કામોના વર્ક ઓર્ડર અપાયા હતા. .2 કરોડના ખર્ચે નગરપાલિકાને ફાયરના સાધનો અને અલગ અલગ ગ્રામ પંચાયતોને સફાઈ માટેના 10 ટ્રેક્ટરોની અર્પણ વિધિ કરાઈ હતી. આ વેળાએ મોટી સંખ્યમાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Trending