જી. કે. જન. અદાણી હોસ્પિ. માં સંભવતઃ પ્રથમ ડાયાલિસિસના દર્દીઓ માટે ત્રણ આધુનિક ઉપકરણ ઉપલબ્ધ

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં કિડની રોગના તેમજ કિડનીને અસર થઈ હોય તેવા જટિલ દર્દીઓનાં ડાયાલિસિસ કરવાના ભાગરૂપે  ત્રણ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ડાયાલિસિસ ઉપકરણ હોસ્પિટલમાં સ્થાપિત કરાતા દર્દીઓને વધુ ફાયદો મળશે.      

      અગાઉ ૧૫ મશીન મારફતે પ્રતિ માસ ૮૦૦થી પણ વધુ ડાયાલિસિસ  વિનામૂલ્યે કરતા હવે ૧૮ ડાયાલિસિસ યંત્રો કાર્યાન્વિત બનતા સુવિધા વધી છે.

      જી.કે.ના નેફ્રોલોજીસ્ટ (કિડની રોગના નિષ્ણાત) ડો. હર્ષલ વોરાએ કહ્યું કે, આ હોસ્પિટલમાં તબક્કાવાર ઊભી કરાતી સગવડોના ભાગરૂપે  ડાયાલિસિસ વોર્ડમાં હજુ પણ નવી સુવિધાઓ ઉમેરાશે. નવા ત્રણ ડાયાલિસિસ યંત્રની વિશિષ્ટતા અંગે તેમણે જણાવ્યું કે,સર્પદંશ,ઝેરીદવાની અસર,ઝાડા ઉલ્ટી થયેલા ગંભીર કેસો અને જેમનું બી.પી.અત્યંત નીચું થઈ જાય તેવા ક્રિટીકલ કિસ્સામાં દર્દીઓના પ્લાઝમા બદલાવી તેમનામાં કાર્યક્ષમતાનો સંચાર કરવા ઉપયોગી છે. 

      જી.કે. જનરલ હોસ્પિટલ  નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હેલ્થની(NABH)શ્રેણીમાં આવી જતા ગુણવત્તામાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે, જેનો સીધો લાભ કચ્છને મળી રહ્યો છે. આ ઉપરાંત અદાણી મેડિકલ કોલેજમાં ડાયાલિસિસ માટે ટેકનિશિયન તૈયાર કરવા માટે શરૂ થયેલા ડી.આર.ડી.ટી. અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે પણ આ સેન્ટર ઉપયોગ પુરવાર થઈ રહ્યું છે.

      હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટના જણાવ્યા મુજબ ડાયાલિસિસ વોર્ડમાં દર્દીઓને જરૂરી સેવા ઉપલબ્ધ હતી હવે આ આમેજ કરાયેલા આ નવા યંત્રની  સુવિધા સંભવતઃ કચ્છમાં પ્રથમ વખત અત્રે ઉપલબ્ધ બનતા દર્દીઓને આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામલ્યે બીજી વધારાની જટિલ દર્દીઓ માટે સેવા પ્રાપ્ય બનશે. 

      હોસ્પિટલમાં ૨૪ કલાક આ સગવડ મળતી હોવાને કારણે ડાયાલિસિસ સેન્ટર આર્થિક રીતે નબળાં વર્ગો માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે.

Leave a comment

Trending