ઓલાએ 7 દિવસમાં રોકાણકારોના પૈસા બમણા કર્યા

ઓલા ઈલેક્ટ્રિકના શેરે 7 ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોના નાણાં બમણા કર્યા છે. કંપનીના શેર 9 ઓગસ્ટના રોજ 76 રૂપિયાના ભાવે માર્કેટમાં લિસ્ટ થયા હતા. આજે એટલે કે 20 ઓગસ્ટ મંગળવારના રોજ તે 157.53 રૂપિયાની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.

જો કે, 3.1 કરોડ શેરની બ્લોક ડીલ પછી ઓલાના શેર હવે 6% કરતા વધુ નીચે છે. 137 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આ સોદાનું મૂલ્ય રૂ. 468.3 કરોડ છે અને શેરની ડીલ સરેરાશ રૂ. 146 પ્રતિ શેરના ભાવે કરવામાં આવી છે.

કંપનીના સ્થાપક ભાવિશ અગ્રવાલ 30.02% હિસ્સો

ભાવિશ અગ્રવાલ કંપનીના 1,32,39,60,029 શેર ધરાવે છે. 157.53 રૂપિયાના હિસાબે તેની કિંમત 20.85 હજાર કરોડ રૂપિયા છે. IPOના સમયે, અગ્રવાલે 37,915,211 શેર પ્રતિ શેર રૂ. 76ના ભાવે ઓફર ફોર સેલ દ્વારા વેચ્યા હતા.

ઓલાએ જૂન ક્વાર્ટરમાં 49% ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સનું વેચાણ કર્યું હતું

તાજેતરમાં બ્રોકરેજ ફર્મ HSBC એ બાય રેટિંગ સાથે રૂ. 140નો ટાર્ગેટ આપ્યો હતો. HSBC એ કહ્યું હતું- ઓલાએ જૂન ક્વાર્ટરમાં માત્ર 49% ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ જ વેચ્યા નથી, પરંતુ ભારતમાં બેટરી સહિત મોટા ભાગના જરૂરી EV પાર્ટ્સ બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે.

જો કે, HSBC એ ઓલા માટે પડકારો તરીકે દેશમાં ધીમી EV ઘૂંસપેંઠ, તીવ્ર સ્પર્ધા અને બેટરી મેન્યુફેક્ચરિંગ માટે નિયમનકારી સમર્થન માટે અનિશ્ચિત દૃષ્ટિકોણને ટાંક્યું હતું.

ઓલાને પ્રથમ ક્વાર્ટરમાં ₹347 કરોડની ખોટ

ઓલા ઈલેક્ટ્રીકે બે દિવસ પહેલા તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. ઓલાને એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 347 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીને રૂ. 267 કરોડનું નુકસાન થયું હતું. એટલે કે નુકસાનમાં 30%નો વધારો થયો છે.

કંપનીની આવક 1644 કરોડ રૂપિયા રહી છે. વાર્ષિક ધોરણે 32.26% નો વધારો થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 1243 કરોડની આવક મેળવી હતી. માલસામાન અને સેવાઓના વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમને આવક કહેવાય છે.

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીની સ્થાપના 2017માં કરવામાં આવી હતી

બેંગલુરુ સ્થિત ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીની સ્થાપના 2017માં કરવામાં આવી હતી. કંપની મુખ્યત્વે ઓલા ફ્યુચર ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક વાહનો, બેટરી પેક, મોટર્સ અને વાહન ફ્રેમ્સનું ઉત્પાદન કરે છે. 31 માર્ચ, 2024 સુધીમાં, કંપનીમાં 959 કર્મચારીઓ (907 કાયમી અને 52 ફ્રીલાન્સર્સ) હતા.

Leave a comment

Trending