ઑનલાઇન વિક્રેતાઓ મારફતે ભારતમાં 1.58 કરોડ નોકરીનું સર્જન થયું છે, જેમાં મહિલાઓ માટે 35 લાખ નોકરીનું સર્જન થયું છે. જેમાં 1.76 મિલિયન રિટેલ એન્ટ. ઇ-કોમર્સ સેગમેન્ટમાં ભાગ લઇ રહ્યાં છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા દેશમાં રોજગારી અને ગ્રાહક કલ્યાણ પર ઇકોમર્સની અસરનું મૂલ્યાંકન કરતો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ દિલ્હી સ્થિત સંશોધન સંસ્થા પહલે ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ઇ-કોમર્સ દેશમાં રોજગારી સર્જન માટે મુખ્ય ચાલકબળ છે. સરેરાશ રીતે, ઓનલાઇન વિક્રેતાઓ ઑફલાઇન વિક્રેતાઓની તુલનામાં 54% વધુ લોકોને તેમજ બમણી મહિલા કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે.
રિટેલ સેક્ટરમાં ઇ-કોમર્સના બે મહત્વના યોગદાન રહ્યા છે જેમાં રોજગારી સર્જનમાં વૃદ્ધિ અને ગ્રાહક કલ્યાણમાં સુધારો છે. ઇ-કોમર્સ હવે ટિયર 3 શહેરો તરફ વિસ્તરણ કરી રહ્યું છે. ડેટા અનુસાર ટિયર 3 શહેરોના મોટા ભાગના ગ્રાહકો દર મહિને શહેરના ગ્રાહકો કરતા રૂ.5,000થી વધુની કમાણી કરે છે. જે દેશની વપરાશની સ્ટોરી દર્શાવે છે, જ્યાં ઑફલાઇન અને ઑનલાઇન રિટેલનું સહ-અસ્તિત્વ શક્ય છે.
રિપોર્ટમાં દેશભરના 2,062 ઑનલાઇન વિક્રેતાઓ, 2031 ઑફલાઇન વિક્રેતાઓ તેમજ 20 રાજ્યોના 35 શહેરો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની ઇ-કોમર્સ વેબસાઇટ્સ પરથી પ્રોડક્ટ્સની ખરીદી કરનારા 8,209 ગ્રાહકોને આવરી લેવામાં આવ્યા હતા. ઇ-કોમર્સ વિક્રેતા સરેરાશ 9 લોકોને રોજગારી આપે છે, જેમાંથી 2 મહિલાઓ પણ છે.
ઑનલાઇન લિસ્ટિંગ બાદ 60%ના વેચાણ-નફામાં વૃદ્ધિ
ઑનલાઇન લિસ્ટિંગ બાદ 60% ઑનલાઇન વિક્રેતાઓના વેચાણ તેમજ નફામાં વૃદ્ધિ જોવા મળી છે. તે ઉપરાંત બે તૃતીયાંશથી પણ વધુ ઑનલાઇન વિક્રેતાઓના ઑનલાઇન વેચાણ મૂલ્ય અને નફામાં પણ વધારો થયો છે. જેમાં 58%ના મતે બંનેમાં વધારો થયો છે. ઑનલાઇન વેચાણ બાદથી એકંદરે બિઝનેસના પરફોર્મન્સમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.






Leave a comment