કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં રંગાયું રાજકોટ

રાજકોટમાં કૃષ્ણ જન્મોત્સવની છેલ્લા 38  વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણી થાય છે. આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ નિમિતે તા.26ને સોમવારે 22 કિ.મી. લાંબી 39મી રથયાત્રા નીકળશે. રાધા-કૃષ્ણની સુંદર પ્રતિમા મુખ્ય રથમાં બિરાજમાન થશે. જયરણછોડ માખણચોરનાં નારા રાજકોટનાં રાજમાર્ગો ઉપર ગુંજી ઉઠશે.

જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે તા. 24નાં શુક્રવારે રાત્રિના 9 કલાકે મવડી ખાતે વીવાયઓની હવેલી નજીક 25થી વધુ કલાકારો દ્વારા કાનગોપી રાસનું આયોજન કરવામાં આવ્યું છે.  તા. 25નાં રાજકોટ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જીવન પ્રસંગોનાં દ્રશ્યોની ઝાંખી કરાવતા ફલોટસ ખુલ્લા મુકવામાં આવશે. લોકડાયરો યોજાશે તેમજ લતા સુશોભનની કૃતિનાં ગત વર્ષનાં વિજેતાઓને ઈનામો અપાશે.

રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વની ઉત્સવની ઉજવણી આનંદ ઉલ્લાસભેર થતી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ સમિતિએ આજરોજ કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવની ઉજવણીનાં વિવિધ પ્રસંગે જાહેર કર્યાં હતાં. તા. 26નાં સવારે 8 વાગ્યે જન્માષ્ટમી પર્વ નિમિતે વિશાળ શોભાયાત્રાનો મવડી ચોક વિસ્તારમાંથી પ્રારંભ થશે. ધર્મયાત્રાની શરૂઆતમાં કેશરી સાફા અને એકસરખા યુનિફોર્મ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવતા યુવાનો સામેલ થશે. ત્યારબાદ નવીનતમ ડબલડેકર લાઈવ ડી.જે. મહેસાણાથી જોડાશે.

મુખ્ય રથમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની નયનરમ્ય સુંદર પ્રતિમા બિરાજમાન થશે. ગલીગલીમાં શોર છે, છોડ છોડમાં રણછોડ છે.ની થીમ આધારીત શોભાયાત્રાની થીમ પ્રકૃતિ બચાવનાં સંદેશા ઉપર આધારીત રહી છે. શહેરમાં મવડી ચોકથી 22 કિ.મી. લાંબી શોભાયાત્રાનો પ્રારંભ થયા બાદ જુદા જુદા વિસ્તારમાં ફરી શોભાયાત્રાનું બાલક હનુમાન મંદિર પેડક રોડ ખાતે સમાપન થશે. શોભાયાત્રામાં વિશ્વ હ ન્દિુ પરિષદનાં આગેવાનો, ધાર્મિક સંતો મહંતો કાર્યકરો, મહિલાઓ, બહેનો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રનાં અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિકો જોડાશે. 125 જેટલા ફલોટસ જોડાશે. 2.5 કિ.મી. લાંબી રથયાત્રા રહેશે. 117 મોટા અને 97 નાના વાહનો જોડાશે.

8-00 ધર્મસભા સવારે, 9-00 ધર્મયાત્રા પ્રસ્થાન મવડી ચોકડી, 9-45 રૈયા સર્કલ, 9-50  હનુમાન મઢી ચોક, 10-00 કિશાનપરા ચોક, 10-15 જિલ્લા પંચાયત ચોક, 10-40 હરીહર ચોક, 11-00 પંચનાથ મંદિર રોડ, 11-10 ત્રિકોણબાગ, 11-30 માલવીયા ચોક, 12-00 ગોંડલ રોડ બપોરે, 12-15 નાગરીક બેંક ચોક, 12-25 સોરઠીયાવાડી ચોક, 12-50 બોમ્બે આર્યન ચોક, 1-15 રામનાથપરા જેલ ચોક, 1-25 ચુનારાવાળ મેઈન રોડ, 1-40 ભાવનગર રોડ, 1-50 સંતકબીર રોડ, 2-00 કે.ડી. કોમ્પલેક્ષ ચોક, 2-15 ગોવિંદબાગ શાકમાર્કેટ, 2-30 બાલક હનમાન મંદિર, પેડક રોડ ખાતે સમાપન.

Leave a comment

Trending