ભારતે 73 હજાર અમેરિકન રાઈફલ્સનો ઓર્ડર આપ્યો

ભારતે અમેરિકા પાસેથી 73,000 સિગ સોહ (Sig Sauer) એસોલ્ટ રાઈફલ્સનો બીજો ઓર્ડર આપ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સૂત્રો અનુસાર, ભારતે આ ડીલ 837 કરોડ રૂપિયામાં સાઈન કરી છે. અગાઉ ફેબ્રુઆરી 2019માં ફાસ્ટ-ટ્રેક ખરીદી હેઠળ, ભારતે રૂ. 647 કરોડમાં 72,400 SiG-716 રાઇફલ્સનો ઓર્ડર આપ્યો હતો.

રાઈફલ્સની બીજી ખરીદીને ડિસેમ્બર 2023માં રક્ષામંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેની ડિલિવરી પછી, ભારતીય સેના પાસે 1.45 લાખથી વધુ સિગ સોઅર 716 એસોલ્ટ રાઈફલ્સ હશે.

ભારતે 2018-19માં રાઈફલ્સની વધતી જતી જરૂરિયાત માટે રશિયા પાસેથી AK-203 રાઈફલ્સ મંગાવી હતી, પરંતુ આ ઓર્ડર મળવામાં વિલંબને કારણે ભારતે ફેબ્રુઆરી 2019માં અમેરિકન ફર્મ સિગ સોહ સાથે રાઈફલ્સનો સોદો કર્યો હતો. 72,400 રાઈફલ્સના પ્રથમ ઓર્ડરમાંથી 66,400 રાઈફલ્સ આર્મીને, 4,000 એરફોર્સ અને 2,000 નૌકાદળને આપવામાં આવી હતી. આ રાઈફલો ચીન અને પાકિસ્તાન સરહદ પર તહેનાત સૈનિકોને આપવામાં આવી રહી છે. આ રાઈફલ્સ INSAS રાઇફલનું સ્થાન લેશે.

ભારત અમેઠીમાં ઈન્ડો-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડમાં રશિયાની મદદથી AK-203 કલાશ્નિકોવ રાઈફલ્સનું ઉત્પાદન કરી રહ્યું છે. આમાં, જુલાઈ 2024માં સેનાને 35,000 AK-203 કલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલ્સની પેન્ડિંગ ડિલિવરી સોંપવામાં આવી છે. ભારત અને રશિયા વચ્ચે થયેલા કરાર હેઠળ 10 વર્ષમાં કુલ 6 લાખ AK-203 રાઈફલ્સનું નિર્માણ થવાનું છે. AK-203 પ્રોજેક્ટની જાહેરાત 2018માં કરવામાં આવી હતી, પરંતુ ખર્ચ, રોયલ્ટી, ટેક્નોલોજી ટ્રાન્સફર વગેરે જેવા મુદ્દાઓને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો.

Leave a comment

Trending