દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન CBI અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ખરેખરમાં કેજરીવાલની અગાઉ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે કેસમાં જામીન મળ્યા બાદ CBIએ જેલમાંથી જ તેમની ધરપકડ કરી હતી.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા, જ્યારે CBI વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ હાજર રહ્યા હતા.
CBIએએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે સેશન્સ કોર્ટમાં જવું જોઈતું હતું.દિલ્હી હાઈકોર્ટે પણ પોતાના આદેશમાં કેજરીવાલને આ જ વાત કહી હતી. હાઈકોર્ટે કેજરીવાલને નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની છૂટ આપી હતી. પરંતુ કેજરીવાલ સેશન્સ કોર્ટમાં જવાને બદલે સુપ્રીમ કોર્ટમાં આવ્યા.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલના વકીલે અભિષેક મનુ સિંઘવીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. સિંઘવીએ કહ્યું કે કેજરીવાલ સમાજ માટે જોખમરુપ નથી. તેમને વચગાળાના જામીન આપવા જોઈએ. CBIનો આરોપ છે કે આ કૌભાંડમાંથી મળેલા નાણાંનો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે. તપાસમાં ખુલાસો થયો છે કે કેજરીવાલ શરૂઆતથી જ લીકર પોલિસી ઘડવા અને તેને લાગુ કરવાના ષડયંત્રમાં સામેલ હતા.
કેજરીવાલના વકીલ સિંઘવીનું કહેવું છે કે આજનો મામલો માત્ર CBI કેસ સાથે જોડાયેલો છે. કેજરીવાલ સમાજ માટે જોખમરુપ નથી. તેઓ દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી છે. કેજરીવાલની વકીલાત કરતી વખતે, તેમણે બે નિયમિત જામીનના આદેશો ટાંક્યા, જેમાંથી એક નીચલી કોર્ટનો અને એક સુપ્રીમ કોર્ટનો છે.






Leave a comment