જી. કે. જન. અદાણી હોસ્પિ. માં ૧૭મી સપ્ટે. વિશ્વ દર્દી સલામતી દિનની સાથે સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

સચોટ નિદાનમાં જ દર્દીની સાચી સલામતી રહેલી હોવાનું જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ અંતર્ગત ૧૭મી સપ્ટે.ના રોજ યોજાતા વિશ્વ પેશન્ટ સલામતી દિવસ અને સપ્તાહની ઉજવણીના ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું.

        ભુજ. ખાતે જી.કે.ના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત જુદા જુદા વિભાગોના હેડ, નર્સિંગ, સલામતી અને ક્વોલિટી તેમજ વહીવટી સ્ટાફને ઉદબોધન કરતા ઓર્થો સર્જન અને એડિશનલ મેડિકલ સુપ્રિ. ડો.વિવેક પટેલે કહ્યું કે, તબીબો દર્દીનું  નિદાન સારવાર નિકટના સગા સમજીને કરે તો પણ દર્દીને સલામતીનો ખરો અહેસાસ થશે.

        હોસ્પિટલના ક્વોલિટી અને મેનેજમેન્ટ વિભાગના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમના ભાગરૂપે ડો.પટેલે વધુમાં ઉમેર્યું કે, હોસ્પિટલની સફાઈ, પાર્કિંગ વ્યવસ્થા,વાતાવરણ વિગેરેની પણ સાત્વિક અસર દર્દીઓ  અને જનતા ઉપર  પડે છે, એ પણ એક સલામતીનો જ ભાગ છે.

        ક્વોલિટી વિભાગના  ડો.હિના આચાર્યએ અને  ડો. પ્રેજી ગોહિલે આ મહત્વના કાર્યક્રમનો હિસ્સો બનવા બદલ દરેકનો આભાર માન્યો હતો. વિવિધ વિભાગોના વડા સહિત રેસિ.તબીબો, નર્સિંગ, એડમિન, વિગેરે સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.પ્રારંભમાં વિશ્વ સલામતી સપ્તાહ અને દિવસની ઉજવણીનો પ્રારંભ તમામ વિભાગના વડાઓએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું.

Leave a comment

Trending