અશ્વિન- જાડેજા એ બાંગ્લાદેશી બોલર્સની કરી ધોલાઈ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા છે. એક સમયે ટીમે 144 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અહીંથી રવીન્દ્ર જાડેજા અને લોકલ બોય રવિચંદ્રન અશ્વિને 195* રનની ભાગીદારી કરી હતી. અશ્વિને હોમ ગ્રાઉન્ડ પર સદી ફટકારી હતી, જ્યારે જાડેજા 86 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

પ્રથમ દિવસે ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 56 રન, રિષભ પંતે 39 રન અને કેએલ રાહુલે 16 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને વિરાટ 6-6 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે શુભમન ગિલ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 4 વિકેટ લીધી હતી. મેહદી હસન મિરાજ અને નાહિદ રાણાને 1-1 સફળતા મળી હતી. આવતીકાલે સવારે 9:30 કલાકે બીજા દિવસની રમત શરૂ થશે.

પ્રથમ દિવસનું બીજું સેશન બાંગ્લાદેશના નામે રહ્યું હતું. આ સેશનમાં 3 વિકેટ પડી હતી અને 88 રન થયા હતા, પરંતુ પ્રથમ સેશનમાં ભારત પંત-જયસ્વાલની ભાગીદારીના આધારે વાપસી કરવામાં સફળ રહ્યું હતું. ટી-બ્રેક સુધી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 6 વિકેટે 176 રન બનાવી લીધા છે. જાડેજા અને અશ્વિન અણનમ છે.

ટીમ ઈન્ડિયાએ સતત બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. 42મી ઓવરમાં નાહિર રાણાએ ઓપનર યશસ્વી જયસ્વાલને શાદમાન ઈસ્લામના હાથે કેચ કરાવ્યો, જ્યારે 43મી ઓવરમાં મેહદી હસન મિરાજે કેએલ રાહુલને ઝાકિર હસનના હાથે કેચ કરાવ્યો. જયસ્વાલ 56 રન બનાવીને આઉટ થયો હતો અને રાહુલ 16 રન બનાવીને આઉટ થયો હતો.

યશસ્વી જયસ્વાલે પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી ફિફ્ટી ફટકારી છે. તેણે મેહદી હસન મિરાજના બોલ પર સિંગલ લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી.

આજે જયસ્વાલ ભારતીય ટીમની દિવાલ બનીને ઊભો રહ્યો હતો. એક છેડેથી વિકેટો પડતી રહી,પણ બીજે છેડેથી તે ડિફેન્સિવ સાથે એગ્રેવિસ રમત પણ અપનાવતો રહ્યો અને રન બનાવતા રહ્યો.

ભારતીય ટીમે 100 રનનો આંકડો પાર કરી લીધો છે. રિષભ પંતના આઉટ થયા બાદ કેએલ રાહુલ આવ્યો છે. યશસ્વી જયસ્વાલ પહેલેથી જ ક્રિઝ પર છે.

જયસ્વાલે 28મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. આ ઓવર હસન મહમૂદ ફેંકી રહ્યો હતો.

Leave a comment

Trending