રાપર તાલુકામાં વધી રહેલા સાયબર ક્રાઈમના હુમલાઓ

રાપર તાલુકો કૃષિ પ્રધાન છે. મોટા ભાગના લોકો વાડીમાં વસવાટ કરે છે જેથી આંગળીના ટેરવે કરાતા સાયબર હુમલાની ફરિયાદ ક્યાં કરવી તેનાથી પુરતા જાણકાર ન હોવાથી પોલીસ મથકે જાય છે ત્યાં પોલીસ બનતી મદદ કરે છે.

તાલુકા મથકે અત્યાધુનિક સાયબર નિષ્ણાતની કચેરી બનાવાય તો લોકોને મદદ મળી રહે.  સાયબર ક્રાઈમની સમસ્યા સર્જાય ત્યારે ફરિયાદ કરવા માટે સ્પેશિયલ સાયબર નિષ્ણાત કચેરી હોય તો ઘણા અંશે લોકોની સાયબર ક્રાઈમ સામે સુરક્ષા વધશે.

રાપરના પૂર્વ ધારાસભ્યે મુખ્યમંત્રી વિધાનસભાના વિપક્ષી નેતા અને પોલીસ મહાનિર્દેશક સમક્ષ રાપર ખાતે અત્યાધુનિક સાયબર નિષ્ણાતની કચેરી શરૂ કરવા રજૂઆત કરી હતી.

Leave a comment

Trending