રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 25 સપ્ટેમ્બરથી 10 દિવસ સુધી વરસાદની આગાહી આપી હતી. જે આગાહીને લઈને વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં સોમવારે દિવસભર વરસાદ વરસ્યા બાદ રાત્રિના સમયે પણ વરસ્યો હતો. વીજળીઓના ચમકારા રાતભર જોવા મળ્યા હતા. આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 21 mm વરસાદ નોંધાયો હતો. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી હતી. ડાંગરના પાક ઉપર નભતા ખેડૂતો ને વરસાદ આશીર્વાદ રૂપ નીવડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.
રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને 25 સપ્ટેમ્બર થી આગામી 10 દિવસ સુધી વલસાડ જિલ્લા, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારે 6 કલાક સુધીના 24 કલાકમાં વલસાડ તાલુકામાં 08 mm, ધરમપુર તાલુકામાં 26 mm, પારડી તાલુકામાં 122 mm, કપરાડા તાલુકામાં 32 mm, ઉમરગામ તાલુકામાં 26 mm અને વાપી તાલુકામાં 63 mm વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ ખાતે મેઘમહેર જોવા મળી હતી. મેઘરાજાએ ફરી શરૂઆત કરતાં સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી જ્યારે ખેડૂતો આ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. વરસાદ પડતાં વાપી અને પારડીમાં રહેતા યુવાનો અને બાળકીએ વરસાદની મઝા માણી હતી. તાજેતરમાં પડતા વરસાદને લઈને ડાંગરના તૈયાર થતા પાકને વધુ પરિપક્વ બનાવવામાં ઉપયોગી નિવડશે તેન સ્થાનિક ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું. વાપી અને પારડી પંથકમાં વરસાદ પડતાં સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. મંગળવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 4 કલાકમાં વલસાડ તાલુકામાં 21 mm વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુર તાલુકામાં 02 mm, પારડી તાલુકામાં 04 mm, કપરાડા તાલુકામાં 05 mm, ઉમરગામ તાલુકામાં 07 mm અને વાપી તાલુકામાં 05 mm વરસાદ નોંધાયો છે.






Leave a comment