જાહેર આરોગ્ય અને હેલ્થ કેર સિસ્ટમમાં ફાર્માસિસ્ટની ચાવીરૂપ ભૂમિકા હોય છે કેમકે,તેઓ દવાના નિષ્ણાતો છે અને દર્દીઓને જરૂરી દવા આપી તેમને દવા લેવા માટે યોગ્ય માર્ગદર્શન આપે છે.
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ ખાતે સભાખંડમાં ૨૫ મી સપ્ટે.ના રોજ ઉજવાતા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિતે અદાણી મેડિકલ કોલેજના ફાર્મોકોલોજી વિભાગના હેડ ડો.ગુરુદાસ ખિલનાનીએ ઉદબોધન કરતા વધુમાં કહ્યું કે, હોસ્પિટલમાં ફાર્માસિસ્ટની દવા વિતરણ કલા ઉપરાંત અનેકવિધ ભૂમિકા હોય છે, જેમાં દવાનો અભ્યાસ ઉપરાંત દવાની સુરક્ષા, આર્થિક મેનેજમેન્ટ અને દવાની અસરથી તબીબોને નિર્દિષ્ટ કરવાના હોય છે.જેટલા ફાર્માસિસ્ટ સક્રિય એટલી હેલ્થકેર સિસ્ટમ મજબૂત બને છે એમ તેમણે ઉમેર્યું હતું
હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. ડો.નરેન્દ્ર હિરાણીની ઉપસ્થિતિ રહ્યા હતા. જી.કે. ના ઓપરેશન વિભાગના હેડ ડો.સુનીલ પેંઢારકરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
પ્રારંભમાં હોસ્પિટલના ફાર્મસી વિભાગના વડા રાજકુમાર શર્માએ ફાર્માસિસ્ટની કાર્ય પ્રણાલીની ઝાંખી આપ્યા ઉમેર્યું કે,તેઓ કલીનીકલ માપદંડને ધ્યાનમા રાખી દવાનું મૂલ્યાંકન કરે છે. તેમણે હોસ્પિટલના તમામ ફાર્માસિસ્ટને દર્દીના હેલ્થકેર માટે શપથ લેવડાવ્યા હતા.શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલો મૂકવામાં આવ્યો હતો.






Leave a comment