આગામી નવરાત્રિના દિવસોમાં અસામાજિક તત્વો કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિને અંજામ ના આપે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસવડા સાગર બાગમારની સુચનાથી રાપર પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં વાહન નિયમધારાનો ભંગ કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
રાપર પીઆઇ જેબી બુબડીયાના વડપણ હેઠળ રાપર શહેર તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહન ચેકીંગ તથા ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં રાપર શહેર મા પ્રાગપર ચોકડી દેના બેંક ચોક સલારી નાકા એસ.ટી રોડ મુખ્ય બજાર બગીચા પાસે ગુરુકુળ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ સાથે ફુટ પેટ્રોલીંગ કર્યું હતું, તેમજ ટ્રાફિક નિયમનના પાલન માટે નગરમાં કડક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ કાર્યવાહીમાં 189 વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું. તેમાં 40 વાહનોની બ્લેક ફિલ્મ કાઢવામાં આવી હતી. 8 વાહનો ડીટેઈન કરવામાં આવયા હતા, તો બીએનએસની કલમ 283 મુજબ 1 સામે પગલાં લેવામા આવ્યા હતા.એમવીએકટ 185 મુજબ 3 કેસ સ્થળ પર રોકડ દંડ 7400 ફટકારવામાં આવ્યો હતો. પીએસઆઇ ડી.આર.ગઢવી, ટ્રાફિક શાખાના મુકેશ સિંહ રાઠોડ, દશરથ મહારાજ, વશરામ ચૌધરી, ભાણજી પ્રજાપતિ, કમલેશ ચાવડા, બાબુભાઇ કારોત્રા, મનહર ચૌધરી, પ્રવિણ ચૌધરી, બી.બી.જાડેજા, મહેશ પટેલ, કિરણ બારોટ વિગેરેએ કામગીરી હાથ ધરી હતી.






Leave a comment