જી.કે.જન.અદાણી હોસ્પિ.ના સર્જરી વિભાગે કર્યું જટિલ ઓપરેશન

યુવાનના એક ચેપગ્રસ્ત ફેફસાનું દૂરબીનથી વી. એ.ટી.એસ.સર્જરી કરી તેની શ્વસન ક્ષમતા પુનઃ સંચારિત કરાઈ

સામાન્ય રીતે ઓપરેશન એટલે સર્જન જ નજર સમક્ષ દેખાય, પરંતુ કેટલાક ઓપરેશન એવા અટપટા હોય છે કે જેમાં સર્જનની ભૂમિકા સાથે એનેસ્થેસિયા વિભાગનો રોલ પણ એટલો જ મહત્વનો બની જતો હોય છે. જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં  સર્જરી સાથે એનેસ્થેસિયા વિભાગે પણ ફેફસાના એક આવા જટિલ  ઓપરેશનમાં પોતાની ભૂમિકા સુપેરે ભજવી નિયતકાર્ય સફળતાથી સંપન્ન કર્યું હતું.

જી.કે.ના સર્જન ડો. આદિત્ય ડી. પટેલના જણાવ્યા મુજબ, અંજારના ૨૫ વર્ષીય યુવાનને વાગવાને કારણે જમણા ફેફસાનો નીચેનો હિસ્સો સંકોચાઈ જવાની સાથે તેમાં ઇન્ફેક્શન થયું હતું. આવશ્યક પરિક્ષણને અંતે ઓપરેશન જરૂરી જણાયું પણ ફેફસાનું નાજુક કામ હોવાથી તેમાં શ્વાસ સંબંધી જટિલતા પણ એટલીજ હતી.

એટલે આ ઓપરેશનમાં એનેસ્થેસિયાએ પણ ચોક્કના રહેવું પડે એમ હોવાથી સર્જનોએ દૂરબીન વડે વિડિયો આસ્સિસ્ટેડ થોરાકોસ્પિક સર્જરી(V.A.T.S.)કરવાનો નિર્ણય લીધો ઓપરેશનના અંતે દર્દીનો ચેપ દૂર કરી યુવાનના ફેફસાની ઘટેલી કાર્યક્ષમતા પુનઃ સંચારિત કરી દેવાઈ.

આ ઓપરેશન અંગે એનેસ્થેટિક ડો. જલ્દીપ પટેલે કહ્યું, આ ઓપરેશન જટિલ એટલે હતું કે, તેમાં એકજ ફેફસામાં કૃત્રિમ શ્વાસ આપવાનો હતો અને બીજું ફેફસું ઓપરેશનમાં બાધારૂપ ના બને એટલે એટલે તેને સંકોચાયેલું રાખવું જરૂરી હતું જે સાવચેતી માંગીલે છે.જેને વન લંગ વેન્ટિલેશન કહે છે. આ ઓપરેશનમાં ડો. રૂહિ જરીવાલા, ડો.યશોધર બોપલિયા, ડો.દેવાંશી દધાણીયા તેમજ એનેસ્થેટિક ડો.યાશ્વી શાહ જોડાયા હતા.

Leave a comment

Trending