દેશભરના લાખો 80 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના પેન્શનર્સ માટે મહત્ત્વના સમાચાર

દેશભરના લાખો પેન્શનર્સ માટે મહત્ત્વના સમાચાર છે. 80 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના પેન્શનર્સ માટે એક સર્ટિફેકેટ જમા કરાવવું ફરજિયાત છે. જો સમયસર તેને જમા ન કરાવવામાં આવે તો પેન્શન બંધ થઈ શકે છે. પહેલી ઓક્ટોબરથી તમામ પેન્શનર્સને આ લાઇફ પેન્શનર્સ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી છે.

લાઇફ સર્ટિફિકેટ IT એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ છે, જેને આધાર કાર્ડ અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવ્યા બાદ પેન્શન ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાનું હોય છે. આ પેન્શનર્સના જીવિત હોવાનું પ્રમાણપત્ર છે, જેને આધારે જ આગળ પેન્શન મળવાનું શરૂ રહશે. સામાન્ય રીતે લાઇફ સર્ટિફિકેટ કરાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હોય છે, જ્યાં સુધી સરકાર તેને આગળ નથી વધારતી. જો પેન્શનર્સ 1 ઓક્ટોબર 2024ના દિવસે પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરે છે તો પણ તે આવતી 30 નવેમ્બર 2025 સુધી માન્ય રહેશે.

ઓનલાઈન કેવી રીતે બનાવવું સર્ટિફિકેટ?

  • 5MPના ફ્રન્ટ કેમેરાવાળો સ્માર્ટફોન અને તેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જોઈએ. 
  • આધારમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પેન્શન ઓથોરિટી પાસે રજિસ્ટર્ડ હોવું જોઈએ.
  • ઓનલાઈન લાઇફ સર્ટિફિકેટ માટે આધાર કાર્ડ નંબર અથવા VID ફરજિયાત છે.
  • ગૂગલ પ્લે સ્ટોરથી ‘આધારફેસઆરડી’ અને ‘જીવન પ્રમાણ ફેસ એપ’ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરો.
  • ઓથેન્ટિકેશન કરવા ફેસ સ્કેન કરો પેન્શન સાથે જોડાયેલી ડિટેલ ભરો.
  • ફ્રન્ટ કેમેરાથી પોતાનો ફોટો ક્લિક કરીને તેને સબમિટ કરો.
  • મોબાઈલ નંબર પર લાઇફ સર્ટિફિકેટ ડાઉનલોન કરીને લિંક સાથે SMS આવશે.
  • લિંક ઓપન કરીને સર્ટિફિકેટ ડાઉનલોડ કરો અને સબમિટ કરો.

જણાવી દઈએ કે, મહિના સુધી લાઇફ સર્ટિફિકેટ જમા ન કરો તો પેન્શન બંધ થઈ જશે. જોકે, જો જીવન પ્રમાણ પત્ર આવતા મહિનામાં જમા કરાવ્યું હોય તો પેન્શન ફરી મળવાનું શરૂ થઈ જશે અને ત્યાં સુધી લાઇફ સર્ટિફિકેટ જમા ન કરાવ્યું તો પેન્શન સંબંધિત અધિકારીની પરમિશન બાદ જ શરૂ કરવામાં આવશે.

Leave a comment

Trending