મારી તબિયત લથડી હોવાની વાતો માત્ર અફવા, રુટિન ચેક અપ થઈ રહ્યું છેઃ રતન ટાટા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જતાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલ હતા. જો કે રતન તાતાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને સ્પષ્ટતા કરી છે કે, મારું ફક્ત બોડી ચેક અપ થઈ રહ્યું છે.

રતન ટાટાએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી કહ્યું કે, હું માત્ર રુટિન ચેકઅપ માટે જ આવ્યો છું. હાલ મારી તબિયત ખરાબ હોવાની અટકળો માત્ર અફવા છે. મારી ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં મેડિકલ ચેકઅપ માટે આવ્યો છું. તમારા સૌની ચિંતા અને લાગણીને માન આપું છું.

Leave a comment

Trending