– ગેઇમ્સમાં ૧૩ મીએ પૂર્વ તબીબી વિદ્યાર્થીઓની “એલ્મની મીટ” યોજાશે
અદાણી મેડિકલ કોલેજમાં ગેઇમ્સ અંતર્ગત તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી બહુમુખી પ્રતિભા ખીલે એ હેતુસર એક સપ્તાહ સુધી ચાલનારા “ઓરા ૨૦૨૪” વાર્ષિકોત્સવનો પ્રારંભ થયો છે.
આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ,તમામ પ્રકારની રમત ગમત સ્પર્ધા,આર્ટસ,લલિત કલા, ફન, ફોટોગ્રાફી જેવી કલા નિખારવા વિદ્યાર્થીઓ પ્રયાસ કરશે.
આ ઉપરાંત અદાણી મેડિકલ કોલેજને ૧૫ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તે ઉપલક્ષમાં અત્રે ભણી ગયેલા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની એક મિલન ૧૩મીના રોજ “એલમ્ની મીટ” તરીકે યોજાશે.
આ ઓરા ઉત્સવના પ્રારંભે તેની ઝાંખી પ્રસ્તુત કરતી એક માર્ચપાસ્ટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ હતી. આ ઉત્સવને ગેઈમ્સના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લઈ, ડીન ડો.એ.એન.ઘોષ, ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી, ડો.અજીત ખીલનાની તેમજ સ્ટુડન્ટ્સ કાઉન્સિલના વિદ્યાર્થીઓએ ખુલ્લો મૂક્યો હતો.






Leave a comment