દર વર્ષે ઑક્ટોબરમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ આવે અને તેની તત્કાળ ઓળખ કરી સારવાર શરૂ થાય એ હેતુસર જાગૃતિ માસ ઉજવવામાં આવે છે. અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ભુજ અંતર્ગત ચાલતા જનરલ ડયુટી નર્સિંગ આસિ.ના વિદ્યાર્થીઓને પણ જરૂરી માર્ગદર્શન મળી રહે અને તાલીમાર્થી દીકરીઓ પોતાના સ્વાસ્થ્ય અને અન્ય લોકોને માર્ગદર્શન આપી શકે એ હેતુસર રાજસ્થાન બાડમેરના નર્સિંગ કોર્ષના તજજ્ઞ મુકેશ રાઠોડે જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં તાલીમાર્થીઓને બ્રેસ્ટ કેન્સર બાબતે તલસ્પર્શી જ્ઞાન આપી, જાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો. તેમણે આ કેન્સરના લક્ષણ, પહેચાન, સારવાર અને સામાજિક અસરથી વાકેફ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન સક્ષમનાં ટ્રેનિંગ એસોસિયેટ મનીષ બાવલ અને આભારદર્શન જુ. ઓફિસર પૂર્વી ગોસ્વામીએ કર્યું હતું.
ભુજમાં અદાણી સ્કિલ ડેવ. દ્વારા સ્તન કેન્સર જાગૃતિ માસની ઉજવણી

Adani, AdaniENT, AdaniFoundation, AdaniSaksham, AdaniSkillDevelopment, ASDC, Bhuj, Gujarat, Healthcare, India, Kutch, Mundra, MundraPort, PrintNews





Leave a comment