આજે એટલે કે 11 ઓક્ટોબરે સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 81,440ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 40 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,950ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધી રહ્યા છે અને 14 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 28 વધી રહ્યા છે અને 22 ઘટી રહ્યા છે. એનએસઈના આઈટી સેક્ટરને બાદ કરતાં બધા જ નજીવા વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.59% સુધી ઉછળ્યો છે. કોરિયાનો કોસ્પી 0.39% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1.31% ડાઉન ટ્રેડ થઈ રહ્યો છે.
- 10 ઓક્ટોબરે યુએસ ડાઉ જોન્સ 0.14% ઘટીને 42,454 પર અને Nasdaq 0.052% ઘટીને 18,282 પર આવી ગયો. S&P 500 પણ 0.21% ઘટીને 5,780 પર આવી ગયો.
- NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 10 ઓક્ટોબરે ₹4,926.61 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII) એ ₹3,878.33 કરોડના શેર ખરીદ્યા હતા.
પ્રારંભિક જાહેર ઓફર એટલે કે Hyundai Motor India Limitedનો IPO 15 ઓક્ટોબરે ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 17 ઓક્ટોબર સુધી બિડ કરી શકે છે. કંપનીના શેર 22 ઓક્ટોબરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
આ પહેલા ગઈકાલે એટલે કે 10 ઓક્ટોબરે સેન્સેક્સ 144 પોઈન્ટના વધારા સાથે 81,611ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 16 પોઈન્ટ વધીને 24,998 ના સ્તર પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 16 ઉપર અને 13 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 27માં ઘટાડો અને 23માં ઉછાળો હતો. NSEના ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ 2.01%નો ઘટાડો નોંધાયો હતો.






Leave a comment