ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પાકિસ્તાનના નામે જોડાયો શરમજનક રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમ 500થી વધુ રન બનાવ્યા પછી પણ મેચ હારી ગઈ. આ રેકોર્ડ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મુલતાનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બન્યો હતો.

આ ટેસ્ટમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 556 રન બનાવ્યા હતા. આ પછી ઇંગ્લેન્ડની ઇનિંગ્સ શરૂ થઈ. હેરી બ્રુકની ટ્રિપલ અને જો રૂટની ડબલ સેન્ચુરીની મદદથી ઇંગ્લેન્ડે 823 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પાકિસ્તાન પર 267 રનની લીડ મેળવી હતી.

પાકિસ્તાન બીજી ઇનિંગમાં 220 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડે આ મેચ ઇનિંગ્સ અને 47 રને જીતી લીધી હતી. પ્રથમ સત્તાવાર ટેસ્ટ પહેલીવાર 1877માં રમાઈ હતી. તે પછી, પહેલીવાર કોઈ ટીમ આ રીતે હારી છે.

પાકિસ્તાનની ટીમ છેલ્લા 44 મહિનાથી હોમ ગ્રાઉન્ડ પર એકપણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. મુલ્તાન ટેસ્ટ જીતીને ઇંગ્લેન્ડે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે પહેલી ઇનિંગમાં 556 રન બનાવ્યા હતા. અબ્દુલ્લા શફીક (102 રન), કેપ્ટન શાન મસૂદ (151 રન) અને સલમાન આગા (104 રન)એ સદીની ઇનિંગ્સ રમી હતી. સઈદ શકીલે (82 રન) અડધી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ તરફથી જેક લીચે 3 વિકેટ લીધી હતી. ગોસ એકલિસ્ટન અને બ્રાયડન કાર્સે 2-2 વિકેટ મેળવી હતી.

556 રનના જવાબમાં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 823/7ના રેકોર્ડ સ્કોર પર ડિકલેર કર્યો હતો. 24 વર્ષમાં કોઈ ટીમ પહેલી ઇનિંગમાં આટલો સ્કોર નોંધાવી શકી નથી. આ ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમને 267 રનની લીડ મળી હતી. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 262 અને હેરી બ્રુકે 317 રન બનાવ્યા હતા. અહીં ટેસ્ટ મેચ ડ્રો તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું.

બીજી ઇનિંગમાં ચોથા દિવસે પાકિસ્તાનની બેટિંગ 37 ઓવરમાં જ વેરવિખેર થઈ ગઈ હતી. ચોથા દિવસના બીજા સેશનમાં ઇંગ્લેન્ડે પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી. જે બાદ પાકિસ્તાને 152 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર અબ્દુલ્લા શફીક 0, સૈમ અયુબ 25, કેપ્ટન શાન મસૂદ 11, બાબર આઝમ 5 અને સઈદ શકીલ 29 રન બનાવીને આઉટ થયા હતા.

મેચના અંતિમ દિવસે પાકિસ્તાને 152/6ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. અહીંથી માત્ર બે જ પરિણામો જોવા મળ્યા હતા. કાં તો પાકિસ્તાન આખો દિવસ રમીને મેચ ડ્રો કરે છે અથવા તો ઇંગ્લેન્ડ છેલ્લી 4 વિકેટો પાડીને મેચ જીતે.

આવી સ્થિતિમાં આગા સલમાન અને આમિર જમાલે અડધી સદીની ઇનિંગ્સ રમીને પાકિસ્તાની ચાહકોની આશા જગાવી હતી, પરંતુ ઇનિંગ્સની હાર ટાળી શક્યા ન હતા. પહેલા આગા સલમાન 63 રન બનાવીને આઉટ થયો હતો અને પછી આમિર જમાલ 55 રન બનાવીને આઉટ થયો હતો. આ બંનેના આઉટ થયા બાદ આખી ટીમ 6 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડે 823/7ના સ્કોર પર પોતાની પહેલી ઇનિંગ ડિકલેર કરી હતી. ક્રિસ વોક્સ 17 રને અણનમ અને બ્રેડન કાર્સે 2 રને અણનમ પરત ફર્યા હતા. હેરી બ્રુકે 317 રનની ઇનિંગ રમી હતી. તેણે મુલ્તાનમાં વીરેન્દ્ર સેહવાગનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. સેહવાગે 2004માં પાકિસ્તાન સામે 309 રનની ઇનિંગ રમી હતી. ત્યારે સેહવાગને ‘સુલ્તાન ઑફ મુલ્તાન’નું ટેગ આપ્યું હતું.

બ્રુક સિવાય જો રૂટ 262 રન બનાવીને આઉટ થયો હતો. બેન ડકેટે 84 અને જેક ક્રોલીએ 78 રન બનાવ્યા હતા.

એક દિવસ પહેલાં બુધવારે ઇંગ્લેન્ડની ટીમ 500ની નજીક પહોંચી ગઈ હતી. ત્રીજા દિવસની રમતના અંતે ટીમે ત્રણ વિકેટે 492 રન બનાવી લીધા હતા. જો રૂટ અને હેરી બ્રુક અણનમ રહ્યા હતા. રૂટ 176 રન બનાવીને બેવડી સદીની નજીક છે. જ્યારે હેરી બ્રુકે 141 રન બનાવ્યા છે. બંને વચ્ચે અણનમ 243 રનની ભાગીદારી રહી છે. બેન ડકેટ (84 રન) આમિર જમાલની બોલિંગમાં LBW આઉટ થયો હતો.

રૂટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો ટોપ સ્કોરર બની ગયો છે. રૂટે પોતાના જ દેશના ભૂતપૂર્વ ઓપનર એલિસ્ટર કૂક (12472 રન)ને પાછળ છોડી દીધો છે. સૌથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં તે પાંચમાં નંબર પર છે.

પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 556 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સલમાન અલી આગાએ મંગળવારે 8 ઓક્ટોબરે ત્રીજા સેશનમાં પોતાની સદી પૂરી કરી હતી. તે 104 રન બનાવીને નોટઆઉટ રહ્યો, તેની સામે શાહીન આફ્રિદી 26 રન બનાવીને અને અબરાર અહેમદ 3 રન બનાવીને આઉટ થયો હતો.

ઇંગ્લેન્ડ તરફથી જેક લીચે 3, ગુસ એટકિન્સન અને બ્રાઈડન કારસે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે 1-1થી સફળતા ક્રિસ વોક્સ, શોએબ બશીર અને જો રૂટને મળી હતી.

મુલ્તાન ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ તરફથી અબ્દુલ્લા શફીક અને શાન મસૂદે સદી ફટકારી હતી. શફીક 102 અને મસૂદ 151 રન બનાવીને આઉટ થયા હતા. બંનેએ બીજી વિકેટ માટે 253 રનની ભાગીદારી પણ કરી હતી. ટીમે 4 વિકેટ ગુમાવીને 328 રન બનાવ્યા હતા.

Leave a comment

Trending